For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના સેલ્ફી વીથ ડોટર ટ્રેન્ડે સર્જ્યો ઇતિહાસ

|
Google Oneindia Gujarati News

રવિવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત નામનો તેમનો રેડિયો કાર્યક્રમ રજૂ કર્યો. જેમાં તેમણે બેટી બચાવ બેટી પઢાવો અભિયાનની વાત કરી. સાથે જ તેમણે હરિયાણામાં ધટતી જતી સ્ત્રીઓની સંખ્યા વિષે ચર્ચા કરી લોકોને પોતાની દિકરીઓ જોડે સેલ્ફી પડાવાનું અને તેને સોશ્યલ મિડીયા પર અપલોડ કરવાનું સૂચન કર્યું.

જે બાદ ટ્વિટર પર એક ટેન્ડ દ્વારા અનેક લોકોએ તેમની પુત્રી સાથે પોતાના સેલ્ફી મૂક્યો જેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીટ્વિટ પણ કર્યા. જો કે વિપક્ષે લલિત મોદી અને કૌભાંડો પ્રકરણ પીએમની ચુપ્પી જ્યાં એકબાજુ જ્યાં ઉગ્ર વિરોધ ત્યાં અનેક લોકો તેવા પણ હતા જેમણે દુનિયાભરથી પોતાની પુત્રી સાથે સેલ્ફી પાડીને મોદીની આ વાત મામલે સરાહના પણ કરી.

જો કે આ પ્રકરણે સૌથી વધુ સરાહના હરિણાયાના એક ગામની કરવામાં આવી જ્યાં જૂન 9 બેટી બચાવ બેટી પઢાવો અભિયાન હેઠળ એક હરિફાઇ યોજવામાં આવી હતી. જેમાં લોકોએ તેમની પુત્રીઓ સાથે સેલ્ફી પાડીને ગામના સરપંચને મોકલવાના હતા. જેમાંથી સારા ફોટોને ઇનામ આપવામાં આવ્યું હતું.

ત્યારે નરેન્દ્ર મોદીના આ સેલ્ફી વીથ ડોયર ટેન્ડ્રમાં અનેક જાણીતા રાજનેતાઓ સાથે કેટલાક આમ લોકો પણ તેમની દિકરીઓ સાથે પડાવેલા ફોટા અપલોડ કર્યા સાથે જ કેટલાક વિવાદો પણ થયા. જો વિષે તમામ માહિતી જાણો આ ફોટોસ્લાઇડરમાં...

કિરણ બેદી

કિરણ બેદીએ આ ટેન્ડમાં પોતાના પિતા સાથેનો એક ફોટો મૂક્યો અને લખ્યું હતું કે તેમની પ્રગતિ તેમના માતા-પિતાનો મોટો હાથ છે.

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ તેમની દિકરી સાથે પડાવેલું સેલ્ફી મૂક્યું હતું. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિટિવ્ટ કર્યું હતું.

શંકર ચૌધરી

રાજ્યના પ્રધાન અને બનાસ બેકના ચેરમેન શંકર સિંહ ચૌધરી પણ તેમની દિકરીઓ સાથે પડાવેલું સેલ્ફી મૂક્યું હતું.

આફ્રિકા

જો કે આ ટેન્ડ ખાલી ભારત પૂરતો સિમિત નહતો રહ્યો દેશ વિદેશથી લોકોએ તેમની પુત્રીઓ સાથે સેલ્ફી પડાવી ફોટો મૂક્યા. જેમાં આફ્રિકાની એક મહિલાએ તેની દિકરી સાથે ફોટા મૂક્યા.

સ્વીડન

સ્વીડન પણ લોકોએ તેમની દિકરી સાથે ક્યૂટ ફોટા પાડીને આ ટેન્ડ પર ફોટા મૂક્યા.

NRI

ભારતીય એનઆરઆઇએ પણ પોતાની પુત્રીઓ અને પિતા જોડે સેલ્ફી પાડીને અપલોડ કર્યા.

સંજીવ કપૂર

જાણીતા શેફ સંજીવ કપૂરે પણ તેમની દિકરીઓ સાથે સેલ્ફી પાડી બેટી બચાવ બેટી પઢાવો અભિયાનને સપોર્ટ કર્યું.

શાઝિલ અહેમદ ખાન

તમામ ધર્મ અને જાતિના લોકોએ પણ વડાપ્રધાનના આ અભિયાનને કંઇક આ રીતે પ્રોત્સાહન આપ્યું.

પપ્પાની લાડકી

ત્યારે આ ટેન્ડ દ્વારા અનેક લોકોએ તેમની લાડકી દીકરીઓ જોડે ફોટા પડવાને અપલોડ કર્યા.

હરિયાણાનું ગામ

જો કે જૂન 9એ હરિયાણાના એક ગામ, બીબીપુરના સરપંચે આવી જ એક હરિફાઇ યોજી હતી. જેમાં ગામના લોકોએ તેમની પુત્રી જોડે સેલ્ફી પડી મોકલવાના હતા. ત્યારે વડાપ્રધાન દ્વારા મન કી બાત કાર્યક્રમ દ્વારા તેને પ્રોત્સાહન અપાતા ગ્રામજનો ભારે ખુશ છે.

વિવાદ

જો કે ઓલ ઇન્ડિયા પ્રોગ્રેસિવ વૂમન એસો.ની સેક્રેટરી કવિતા કિષ્ણન વડાપ્રધાનના આ પ્રયાસ પર ટિપ્પણી કરી વિવાદ ઊભો કર્યો હતો. તેણે ટ્વિટ કરી લખ્યું કે આ ટેન્ડમાં પોતાનો ફોટો મૂકતા પહેલા ચેતજો. કારણ કે વડાપ્રધાનનો દિકરીઓ જોડે છેતરપીંડી કરવાનો રેકોર્ડ છે. વધુમાં તેણે કહ્યું કે મોદી આ દ્વારા સુષ્મા, ઇરાની જેવી તેમની બહેનો અને તેમના કૌભાંડને બચાવવા માંગે છે.

English summary
Narendra Modi Selfie With Daughter Trending on twitter. So many people participate in #SelfieWithDaughter Campaign and almost 50 photo tweets are retweet by narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X