નરેન્દ્ર મોદીની સરખામણી 'વાંદરા' સાથે કરાઇ!

દિલ્હી મહિલા પંચની અધ્યક્ષ બરખાસિંહે મોદી દ્વારા શશિ થરૂરની પત્ની પર કરેલા નિવેદન પર કટાક્ષ કરતા શાયરી કહી - 'નફરતે પાલના દૂર્ભાગ્ય રહા હો જીસકા, વો કીસી રિશ્તે કી અજ્મત કહાં પહેચાનતા હૈ, પ્યાર કો પૈસે મે તૌલને વાલે સે કહાં, કોઇ બંદર અદરક કા મજા કહાં જાનતા હૈ..'
ઉલ્લેખનીય છે કે મોદીએ હિમાચલ પ્રદેશમાં ચૂંટણીસભામાં કહ્યું હતું કે 'યૂપીએના એક મંત્રીને 50 કરોડની ગર્લફ્રેન્ડના કારણે પોતાનું પદ છોડવું પડ્યું હતું. આજે પણ એવા આરોપો છે છતાં તેમને ફરીથી મંત્રી બનાવી દેવાયા.'
જોકે આ બાબતે કોંગ્રેસે કહી દીધુ છે કે ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદીએ મહિલાઓનું અપમાન કર્યું છે જે બદલ તેમણે માફી માંગવી જોઇએ. આ રીતે જાહેર મંચ પરથી કોઇપણની પત્ની પર લાંછનરૂપ બાબત કહેવી જોઇએ નહીં.












Click it and Unblock the Notifications
