પીળો પુખરાજ અને મહિલાઓ નક્કી કરશે વડાપ્રધાન

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 માર્ચ: 185 રેલીઓના બદલે જો નરેન્દ્ર મોદી પીળો પુખરાજ પહેરી લે તો તે આ દેશના વડાપ્રધાન બની શકે છે. ફક્ત નરેન્દ્ર મોદી જ કેમ જો રાહુલ ગાંધી અથવા અરવિંદ કેજરીવાલ પણ આ ફોર્મ્યૂલાને અપનાવશે તો તે દેશના આગામી વડાપ્રધાન બની શકે છે. 16 મેના રોજ દેશને ખબર પડી જશે કે આગામી વડાપ્રધાન તરીકે નવી દિલ્હીમાં કોણ બિરાજશે. સટ્ટાખોરો પોતાના પ્રમાણે ચૂંટણી પરિણામો વિશે કયાસ લગાવી રહ્યાં છે તો દરેક ચોરે અને ચોટે આ અંગે ચર્ચા થઇ રહી છે. પરંતુ તેમાં સૌથી અલગ શું છે તમે જાણો છે કે જ્યોતિષ પંડિતોનું શું કહેવું છે અને તે દેશના નેતા કોણ બનશે તેના વિશે શું વિચારે છે?

ભારત દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર અને આ લોકતંત્રમાં જ્યારે ચૂંટણી મેળામાં આગાજ થાય છે તો વાતાવરણ બદલાઇ જાય છે. જ્યોતિષના પંડિતોનું માનીએ તો 16 મેના રોજ આવનાર પરિણામો એક એવો નેતા દેશનું પ્રતિનિધિત્વ કરશે જેને મહિલાઓના સૌથી વધુ વોટ પ્રાપ્ત થશે અને જે પીળા રંગના પુખરાજની વીંટી પહેરી હશે.

ભારત એક એવો દેશ છે જ્યાં અરબપતિઓથી માંડીને એક રિક્શાવાળો પણ મુસિબતના સમયમાં પોતાના પંડિત અથવા જ્યોતિષ પાસે સલાહ લે છે. જ્યોતિષના પંડિતોનું માનીએ તો 16 મેના રોજ ચૂંટણીના પરિણામો આવશે તે દિવસે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતી એ દર્શાવે છે કે દેશના જનતા એવા નેતાની પસંદગી કરશે જે મજબૂત હશે અને જેમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તાકાત હશે.

rahul-arvind-kejriwal-modi

દેશના જાણીતા ભવિષ્યવક્તા બેજાન દારૂવાલાના જણાવ્યા અનુસાર આ વખતે લોકસભાની ચૂંટણીમાં એક સારો અને મજબૂત નેતા સામે આવે તેવી આશા છે. જો કે બેજાન દારૂવાલાએ એ જણાવ્યું ન હતું કે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી કે પછી અરવિંદ કેજરીવાલમાં કોના સિતારા ચમકશે. બેજાન દારૂવાલાએ એ જરૂર સ્પષ્ટ કર્યું હતું કે તે નેતાઓ માટે સંભાવનાઓ વધી જશે જે પીળો પુખરાજ પહેરશે.

બેજાન દારૂવાલાએ જણાવ્યું હતું કે પુખરાજ પરિણામ આવતી વખતે સમયની દિશાઓની સાથે ફિટ બેસશે. બેજાન દારૂવાલાએ કહ્યું હતું કે ચૂંટણી વખતે દેશ શુક્ર ગ્રહની છાયામાં હશે અને એવામાં એ વાતની પુરી સંભાવના છે કે મહિલા મતદારોની સંખ્યા વખતે વધુ હશે. બેજાન દારૂવાલાનું માનીએ તો મહિલાઓ ભારે સંખ્યામાં ઘરથી બહાર વોટ આપવા માટે નિકળશે.

English summary
Narendra Modi should start wearing yellow topaz as astrologers believe that yellow topaz and female voters will be a deciding factor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X