For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર માટે ‘રાહત’ મોદી નહીં આવે રાષ્ટ્રિય એકતા પરિષદમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બરઃ દિલ્હીમા આજે વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતા હેઠળ એકતા પરિષદની બેઠક મળી રહી છે. જેમાં તમામ રાજ્યના મુખ્યમંત્રી ભાગ લેવાના છે, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આ બેઠકમાં ભાગ લેવા માટે જવાના નથી. આ બેઠક ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થયેલી સાંપ્રદાયિક હિંસાના ત્રણ અઠવાડિયા પછી મળી રહી છે. જેમાં 48 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

narendra-modi
પ્રદાનમંત્રી મનમોહન સિંહની અધ્યક્ષતામાં રાષ્ટ્રિય એકતા પરિષદની બેઠક, સાંપ્રદાયિક હિંસા સાથે જોડાયેલા બિલ પર ચર્ચા થશે, પરંતુ બેઠકમાં મોદી નહીં આવવાના કારણે કેન્દ્ર સરકાર માટે એક રીતે આ રાહતના સમાચાર પણ માનવામાં આવી રહ્યાં છે, કારણ કે, મોદી દ્વારા સતત કેન્દ્રની નીતિઓ પર પ્રહાર કરવામાં આવી રહ્યાં છે અને આ બેઠકમાં જો તેઓ હાજરી આપત તો કેન્દ્ર સરકારને તેઓ આ પરિષદમાં પણ તમામ મોરચે ઘેરી લેત તેવી સંભાવનાઓ સેવવામાં આવી રહી હતી.

આ બેઠકમાં દેશમાં હાલમાં સાંપ્રદાયિક હિંસાના મામલાઓ પર વિચાર કરવામાં આવશે. ખાસ કરીને મુઝફ્ફરનગરમાં થયેલી હિંસાને લઇને બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. મુઝફ્ફરનગર હિંસાને લઇને બેઠકમાં હંગામો થાય તેવી શંકા પણ સેવાઇ રહી છે.

English summary
Gujarat Chief Minister Narendra Modi has decided to skip a meeting on communal harmony called by Prime Minister Manmohan Singh in the aftermath of the communal clashes in Muzaffarnagar, in which nearly 50 were killed and over 40,000 displaced. Raman Singh, the Chief Minister of BJP ruled Chhattisgarh has also decided not to attend the meet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X