For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે આંકડાઓનું બનાવટી એન્કાઉન્ટર''

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: નાણામંત્રી પી ચિદંમ્બરમે સમાચારોમાં છપાયેલા વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના તે દાવાઓને ખોટા ગણાવ્યા છે, જેમાં અટલ બિહારી વાજપાઇ સરકારના શાસનકાળમાં દેશનો આર્થિક વિકાસ દર સરેરાશ 8.4 ટકા બતાવવામાં આવ્યો હતો. નાણામંત્રી ચિદંમ્બરમે એક લેખિત નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે આનાથી મોટું કોઇ જુઠ ના હોય શકે.

ચિદંમ્બરમના નિવેદનમાં 1998-99થી માંડીને 2003-04 સુધી દર વર્ષે દેશનો આર્થિક દર દર્શાવવામાં આવ્યો છે. આ મુજબ સરેરાશ દર.

-1998-99 માં 6.7
-1999-00 માં 7.6
-2000-01 માં 4.3
-2001-02 માં 5.5
-2002-03 માં 4.0
-2003-04 માં 8.1

ચિદંમ્બરમે કહ્યું હતું કે આ મુજબ અટલ બિહારી વાજપાઇ સરકારના છ વર્ષ દરમિયાન દેશનો આર્થિક વિકાસ દર 6 ટકા રહ્યો જ્યારે યુપીએ સરકારના પ્રથમ શાસનકાળ દરમિયાનમાં આ 8.4 ટકા રહ્યો અને બીજા શાસનકાળ દરમિયાન ચાર વર્ષમાં આ સરેરાશ 7.3 ટકા રહ્યો.

ચિદંમ્બરમે આગળ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે આ સદીની શરૂઆતથી માંડીને અત્યાર સુધી આર્થિક વિકાસની દ્રષ્ટિએ બે સૌથી ખરાબ દૌર 2000-01 અને 2002-03 રહ્યાં છે, જેમાં આર્થિક વિકાસ દર 4.3 ટકા અને 4 ટકા રહ્યો.

modi-chidambaram

ચિંદમ્બરમે કહ્યું હતું કે જો આર્થિક વિકાસની દ્રષ્ટિએ સુવર્ણકાળ રહ્યો છે તે છે યુપીએ સરકારના પાંચ વર્ષનો સમયગાળો છે. નિવેદનના અંતમાં ચિદંમ્બરમે એ વાતને લઇને આશ્વર્ય વ્યક્ત કર્યું હતું કે નરેન્દ્ર મોદી આ આંકડાની સાથે બનાવટી એન્કાઉન્ટર કરી રહ્યાં છે, કારણ કે અંતે સચ્ચાઇ તો સામે આવશે.

ચિંદમ્બરમના જવાબમાં ભાજપના શાસનકાળ દરમિયાન નાણા અને વિદેશમંત્રી રહી ચૂકેલા યશવંત સિંહાએ કહ્યું હતું કે ચિંદમ્બરમના આંકાડાને બાજીગરી ગણાવ્યા હતા. યશવંત સિંહાએ કહ્યું હતું કે એનડીએના શાસનકાળમાં છ કરોડ નવી રોજગારની તકો ઉભી કરવામાં આવી હતી જ્યારે યુપીએના શાસનકાળ દરમિયાન ફક્ત 27 લાખ નોકરીઓ ઉભી કરવામાં આવી છે. યશવંત સિંહાએ એમપણ કહ્યું હતું કે જ્યારે એનડીએનો સમયગાળો પૂરો થયો તો દેશનો આર્થિક વિકાસ દર 8.6 હતો, ચિદંમ્બરમ તેની તુલના કેમ કરતા નથી. ચિદંમ્બરમ મોંઘવારીની વાત કેમ કરી રહ્યાં નથી.

English summary
Finance Minister P Chidambaram today charged Gujarat Chief Minister Narendra Modi with staging a "fake encounter with facts" regarding his claims of economic growth during BJP-led NDA being 8.4 per cent and said nothing can be further from truth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X