For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક વિધાનસભા ચૂંટણી: આજે બેંગ્લોરમાં નરેન્દ્ર મોદીની રેલી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 28 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં એક ચૂંટણી સભા સંબોધિર કરશે. બેંગ્લોરમાં નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીથી ભાજપની ઘણી આશાઓ છે. કર્ણાટકમાં 5 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે, જેને લઇને બધી જ પાર્ટીઓના નેતા યુદ્ધના ધોરણે પોત-પોતાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યાં છે.

ભાજપ માટે આ ચૂંટણી મહત્વપુર્ણ એટલા માટે છે કારણ કે રાજ્યમાં પાર્ટીના સૌથી મોટા નેતા યેદિયુરપ્પા ભાજપથી અલગ થઇને નવી પાર્ટી બનાવી ચુક્યાં છે. કહેવામાં આવે છે કે પ્રદેશમાં યેદિયુરપ્પાની જબરજસ્ત પકડ છે. યેદિયુરપ્પાની પાટી કર્ણાટકમાં ભાજપ માટે મોટો ખતરો ઉભો કરી શકે છે. બીજી તરફ ભાજપ દક્ષિણ ભારતના પોતાના એકમાત્ર ગઢને બચાવવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દિધી છે.

narendra-modi

કર્ણાટકમાં નરેન્દ્ર મોદીની પ્રથમ રેલી છે. નરેન્દ્ર મોદી પહેલાં ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ, લાલકૃષ્ણ અડવાણી અને સુષ્મા સ્વરાજ જેવા મોટા નેતાઓ ચૂંટણી પ્રચારમાં જોડાયેલા છે.

English summary
Bharatiya Janata Party (BJP) leader and Gujarat Chief Minister Narendra Modi will campaign for the party in the state capital on Sunday evening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X