નવી દિલ્હી, 16 માર્ચઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની બેઠક નક્કી થઇ ગઇ છે અને આ સાથે જ મોદી ઉત્તર પ્રદેશની ધાર્મિક નગરી વારાણસી સંસદીય બેઠકથી મોદીએ એલાન એ જંગ કરી નાંખ્યું છે. રસપ્રદ વાત એ છે કે જો વારાણસીના બાહુબલી ધારાસભ્ય પોતાની વાતથી ફરશે નહીં તો તે જંગમાં મોદીને ટક્કર આપશે. હાલ વારાણસીના સાંસદ મુરલી મનોહર જોશી કાનપુરથી ચૂંટણી લડશે.
જો વિરોધીઓની વાત કરીએ તો મોદીને ટક્કર આપવાનું એલાન સપાના ધારાસભ્ય અતીક અહમદ કરી ચૂક્યા છે, જે હાલ જેલમાં છે. તેમણે ગુરુવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જો મોદી વારાણસથી ચૂંટણી લડશે તો તેઓ પણ ત્યાંથી જ ચૂંટણી લડશે.
મોદીને ટીકીટને લઇને જે મોડુ થયું છે તેનાથી ભાજપને થોડુક નુક્શાન થયું છે. ટીકીટને લઇને મોડું કરવામાં આવતા વિપક્ષી દળોએ જનતા વચ્ચે એ ખબર ફેલાવી દીધી છે કે મોદી યુપીની બેઠક પરથી લડતા ડરે છે.