નરેન્દ્ર મોદી હીરાબાને પગે લાગ્યા, તો કેજરીવાલને પેટમાં દુખ્યું

Written By:
Subscribe to Oneindia News

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે ફરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટીકાના ભોગ બનવાનો વારો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. તેઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના ઉદ્ઘાટન માટે ગાંધીનગર આવ્યા છે. હાલ તેઓ મહાત્મા મંદિર ખાતે વિવિધ દેશોના ડેલિગેટ્સ સાથેની મીટિંગમાં વ્યસ્ત છે. આજે તેમની ગુજરાત યાત્રાનો બીજો દિવસ છે અને તેમણે આજના દિવસની શરૂઆત પોતાના માતા હીરાબાના આશીર્વાદથી કરી છે.

narendra modi mother

અહીં વાંચો - જવાન તેજ બહાદુરના વીડિયો પર BSF નું નિવેદન, જાણો શું કહ્યું

નરેન્દ્ર મોદીએ આજે સવારે પોતાના યોગનો કાર્યક્રમ જતો કરી એ સમય દરમિયાન ગાંધીનગર પાસે રાયસણ ખાતે રહેતાં પોતાના માતાની મુલાકાત લીધી હતી અને તેમની સાથે જ ચા-નાસ્તો કર્યો હતો. પીએમ મોદીએ જાતે આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી હતી.

કેજરીવાલે નરેન્દ્ર મોદીના આ ટ્વીટ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં બે ટ્વીટ લખ્યાં છે. એક ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, 'હું મારા માતા સાથે રહું છું અને રોજ તેમના આશીર્વાદ લઉં છું, પરંતુ એ અંગે બડાઇ નથી હાંકતો. હુ રાજકારણ માટે મારા માતાને બેન્કની લાઇનમાં પણ નથી ઊભા રાખતો.'

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીના માતા હીરાબા, કે જેઓ 97 વર્ષનાં છે, તેઓ નોટબંધીના નિર્ણય બાદ બેન્કની લાઇનમાં ઊભેલા જોવા મળ્યા હતા. તેઓ જૂની ચલણી નોટો બદલાવવા માટે બેન્ક ગયા હતા.

ત્યારબાદ અન્ય એક ટ્વીટ કરતાં કેજરીવાલે લખ્યું કે, 'હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ કહે છે ઘરડી માતા અને ધર્મપત્નીને પોતાની સાથે રાખવા જોઇએ. PM આવાસ ખૂબ મોટું છે, થોડું હૃદય પણ મોટું રાખો.'

English summary
Narendra Modi on Tuesday faced criticism from AAP leaders including Delhi chief minister Arvind Kejriwal after the former tweeted about his mother.
Please Wait while comments are loading...