આજે નરેન્દ્ર મોદી સાંજે વડોદરા અને અમદાવાદમાં જાહેર સભા સંબોધશે

Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 મે : લોકસભા ચૂંટણી 2014ની મતગણતરી ચાલી રહી છે અને ટ્રેન્ડ ભાજપ તરફી હોવાથી એનડીએની સરકાર બનવાના વિશ્વાસ સાથે નરેન્દ્ર મોદીએ આજે સાંજે વડોદરા અને અમદાવાદમાં જાહેર સભાને સંબોધશે.

સવારે 11.30 વાગ્યા સુધીમાં એનડીએ યુતિ 10 બેઠકો જીતી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે સવારે 11.30 વાગે આવતા ચૂંટણી પરિણામના ટ્રેન્ડ અનુસાર 542 બેઠકોમાંથી ભાજપ પ્રેરિત એનડીએ 327 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પ્રેરિત યુપીએ શરમજનક રીતે 71 બેઠકોથી પાછળ ચાલી રહી છે. જ્યારે અન્યો 145 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.

modi-selfi

ચૂંટણી પરિણામોમાં ભાજપને મળી રહેલી જીતને પગલે ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીએ મતદારોનો આભાર માનવા અને જીતની સાથે સારા દિવસો લાવવાનો વિશ્વાસ દોહરાવવા માટે જાહેર સભાઓ સંબોધવાના છે.

નરેન્દ્ર મોદી આજે સાંજે પોતાની ગુજરાતમાં પોતાની લોકસભા બેઠક વડોદરામાં સાંજે 5.30 વાગે જાહેર સભાને સંબોધવાના છે. જ્યારે સાંજે 7.30 કલાકે તેઓ અમદાવાદમાં જાહેર સભાને સંબોધન કરશે. આ સભાઓનું જીવંત પ્રસારણ નરેન્દ્ર મોદીની વેબસાઇટ પર લાઇવ નીહાળી શકાશે.

English summary
lok sabha election 2014, narendra modi, public meeting, vadodara, ahmedabad, election results 2014, લોકસભા ચૂંટણી 2014, નરેન્દ્ર મોદી, જાહેર સભા, વડોદરા, અમદાવાદ, ચૂંટણી પરિણામો 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X