પીએમ મોદી જવાનો સાથે મનાવશે દિવાળી, જાણો માણા પોસ્ટની ખાસ વાતો

Subscribe to Oneindia News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે દેશની સુરક્ષામાં તૈનાત જવાનો સાથે દિવાળી મનાવશે. પીએમ મોદી ઉત્તરાખંડના ચમોલીના આઇટીબીપી જવાનો સાથે દિવાળી મનાવશે. દિવાળીના દિવસે પીએમ માણા પોસ્ટ પર જવાનો સાથે રોશનીના આ તહેવારને ખાસ બનાવશે.

army modi

દિવાળી મનાવ્યા બાદ પીએમ આઇટીપીના જવાનો સાથે મુલાકાત કરશે. મુલાકાત બાદ પીએમ જવાનો સાથે બેસીને ચા-નાસ્તો કરશે. આ દરમિયાન તેઓ મીણા પોસ્ટનું અવલોકન કરશે. પીએમની આ પ્રવાસને વિશેષ માનવામાં આવી રહ્યો છે. જો કે આને ગુપ્ત રાખવામાં આવ્યુ છે.

જાણો માણા પોસ્ટ વિશે ખાસ વાતો

માણા પોસ્ટ ઉત્તરાખંડનું ચમોલી ચીનની સીમાથી નજીકનું છેલ્લુ પોસ્ટ છે.

ચીનની સીમા પર ઉત્તરાખંડનું આ છેલ્લુ ગામ છે.

તે બદ્રીનાથથી આશરે 2 કિમી દૂર આવેલુ છે.

ચીનની નજીક હોવાને કારણે આ પોસ્ટ સંવેદનશીલ ગણાય છે.

અહીં 8000 થી 14000 ફૂટની ઉંચાઇ પર ભારતીય સેના પોસ્ટ છે, જ્યાં જવાન દિવસ-રાત ચોકી કરે છે.


આ વિસ્તાર તિબેટિયન લોકોનો છે.

English summary
Narendra Modi will celebrate Diwali with ITBP personnel at Mana, the last village on Indian territory along the border with China.
Please Wait while comments are loading...