For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાનપુરમાં 19 તારીખે ગરજશે મોદી, રેલીને યુપી સરકારની મંજૂરી

|
Google Oneindia Gujarati News

ફતેહપુર, 7 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલી કાનપુરમાં 19 ઓક્ટોબરના રોજ યોજાશે. જનસભામાં ભીડ ભેગી કરવા માટે ભાજપા જિલ્લા ઉપાધ્યક્ષ અપર્ણા સિંહ ગૌતમ અને મંડળ અધ્યક્ષ સુધીર મિશ્રાએ જનસંપર્ક શરૂ કરી દીધો છે.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે બંને નેતાઓએ ઉરૌલી, અઢૌલી, લલૌલી, કોડાર, મહાખેડા, કીર્તિખેડા, બંધવા, કોર્રા કનક, દતૌલી, મુત્તૌર વગેરે ગામોમાં બે દિવસીય પ્રવાસ ખેડીને લોકોની સાથે સંપર્ક કરી રેલીમાં પહોંચવાનું આહ્વાન કર્યું છે તથા ઘરે ઘરે જઇને બૂથ પ્રમુખ, સભ્યો, સેક્ટર પ્રખુમ, પ્રભારીઓ વગેરેનું ગઠન કરી સંગઠનને કાર્યશીલ અને મજબૂત બનાવવાનો નિર્દેશ કર્યો છે.

narendra modi
મંડળ પ્રભારીએ રેલીના સંદર્ભમાં પદાધિકારીઓને જવાબદારીઓ સોપી છે. સુધીર મિશ્રા મંડળ રેલી પ્રમુખ, અરિમર્દન સિંહ- વાહન, બૃજેન્દ્ર સિંહ- વાહન વ્યવહાર, નીરજ-ભોજન, નવનીત શુક્લા પ્રચાર-પ્રસાર, પ્રદીપ કુમાર-જળ, મનમોહન તિવારી-કોષ, મનોજ દ્વિવેદી -સંખ્યા પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

રેલી માટે જનસંપર્ક દરમિયાન ભાજપા ખેડૂત મોર્ચા પ્રદેશ કાર્યસમિતિના સભ્યો રામ પ્રતાપ સિંહ ગૌતમ, સુધીર શ્રીવાસ્તવ, બૃજેન્દ્ર સિંહ કછવાહ, પ્રદીપ સિંહ, ધીરેન્દ્ર સિંહ, ધીરેન્દ્ર દ્વિવેદી, નીરજ શર્મા, મનમોહન તિવારી, નીલમ તિવારી અને અરિમર્દન સિંહ હાજર રહ્યા હતા.

English summary
Narendra Modi will do rally in Kanpur on 19th October, Uttar pradesh Government permitted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X