મોદીને મુસ્લિમોનું જોરદાર સમર્થન મળશે: સંઘ

સંઘની રાષ્ટ્રીય કાર્યકારીણીના સદસ્ય ઇંદ્રેશ કુમારે બુધવારે વારાણાસીમાં બે દિવસીય પ્રવાસ માટે આવેલા છે. તેમણે જણાવ્યું કે 'અમેરિકા, બ્રિટેન સહિત દુનિયા ભરની મોટી શક્તિઓએ મોદીની ઇમેજને ખરાબ કરવાની કોશિશ કરી છે પરંતુ તેમની લોકપ્રિયતા અને તેમની ઇમેજના કારણે તેઓ કઇ કરી શક્યા નહી.'
શું તેમને મુસ્લિમોનું સમર્થન મળશે એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે 'સાચો મુસલમાન એવું રાજ ઇચ્છે છે કે જેમાં સુરક્ષા અને વિકાસ હોય, જાતિ અને ધર્મના નામે ભેદભાવ ના હોય.' તેમણે જણાવ્યું કે મુસલમાનોએ છેલ્લા 60 વર્ષોમાં કોંગ્રેસ અને અન્ય દળોના રાજને પારખીને જોયું છે. લોકો તેમનાથી ખુશ નથી. માટે હજારો મુસ્લિમ બહેનો મોદીને રાખડી બાંધવા ઉમટી પડે છે.
તેમણે જણાવ્યું કે મોદીને વડાપ્રધાન પદ માટે પ્રોજેક્ટ કરાતા ગુજરાત સહિતના દેશના તમામ મુસલમાનોએ ઉજવણી કરી હતી. દેશનો તમામ મુસલમાન પોતાનું ભવિષ્ય ઝંખી રહ્યો છે અને તેમનું આ સપનું મોદીના વડાપ્રધાન બન્યા બાદ પૂરું થઇ શકશે.












Click it and Unblock the Notifications
