For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવાના મંત્રીએ કહ્યું, દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવશે મોદી!

|
Google Oneindia Gujarati News

પણજી, 25 જુલાઇ: ગોવાના મંત્રી દીપક ધવલીકરે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને હિંદુ રાષ્ટ્ર બનાવશે. તેમણે જણાવ્યું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે ભારત મોદીના નેતૃત્વમાં એક હિન્દુ રાષ્ટ્ર બનશે અને વડાપ્રધાન આ દિશામાં કામ કરશે.

દીપક ધવલીકર ભાજપની ચૂંટણીમાં જીત માટે રાજ્ય વિધાનસભામાં નરેન્દ્ર મોદી માટે આવેલા એક શુભેચ્છા પ્રસ્તાવ પર બોલી રહ્યા હતા. ધવલીકરે જણાવ્યું કે જો અમે સૌ મોદીનું સમર્થન અને સહયોગ કરીશું તો ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવી શકીશું.

ધવલીકર બંધુ સુધિન અને કીપક ભાજપના સાથીદળ મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના વિધાયક છે અને રાજ્યની મનોહર પાર્રિકર સરકારમાં મંત્રી છે. આ પહેલા સુધિન ધવલીકરે ગોવાના સમુદ્રી તટ પર બિકીની પહેરવા પર પ્રતિબંધ લાદવાનો સૂજાવ આપ્યો હતો. સુધિન પબમાં જનારી અને ટૂંકા વસ્ત્રો પહેરનારી છોકરીઓને ખરાબ કહી ચૂક્યા છે. જોકે વિરોધ વધારવા પર સુધિને પોતાનું આ નિવેદન પાછું લઇ લીધું હતું.

દીપક ધવલીકરના આ નિવેદન પર રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવવાની શરૂ થઇ ગઇ છે. વાંચો કોણે શું કહ્યું-

રાશિદ અલ્વી

રાશિદ અલ્વી

કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું છે કે મોદીજીના શુભચિંતકો તેમના માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે.

અલી અનવર, જેડીયૂ

અલી અનવર, જેડીયૂ

જેડીયૂ નેતા અલી અનવરે જણાવ્યું કે આવા નિવેદન સંવિધાનનું અપમાન છે અને મને વિશ્વાસ છે કે ભાજપ આની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહીં કરે.

પ્રમોદ તિવારી, કોંગ્રેસ

પ્રમોદ તિવારી, કોંગ્રેસ

કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું કે ધીરે ધીરે ભાજપનો એજેંડા સ્પષ્ટ થઇ રહ્યો છે.

રાજીવ પ્રતાપ રૂડી, ભાજપ

રાજીવ પ્રતાપ રૂડી, ભાજપ

જ્યારે ભાજપ તરફથી આની પર પ્રતિક્રિયા આપતા રાજીવ પ્રતાપ રૂડીએ જણાવ્યું કે આ બિનજરૂરી નિવેદન છે અને અમે તેનાથી કોઇ મતલબ નથી રાખતા.

English summary
Narendra Modi will make india as 'Hindu Rashtra' said Goa Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X