For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી પ્રતીકાત્મક દાંડીયાત્રાનો ગાંધીઆશ્રમ અમદાવાદથી પ્રારંભ કરાવશે

નરેન્દ્ર મોદી પ્રતીકાત્મક દાંડીયાત્રાનો ગાંધીઆશ્રમ અમદાવાદથી પ્રારંભ કરાવશે

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 12 માર્ચે અમદાવાદમાં આવશે. નરેન્દ્ર મોદી પ્રતીકાત્મક રીતે અમદાવાદથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે.

ગાંધીઆશ્રમથી પદયાત્રાઓ દાંડીકૂચનો પ્રારંભ કરશે અને 5 એપ્રિલે પદયાત્રીઓ દાંડી પહોંચશે.

આ દાંડીયાત્રામાં 81 પદયાત્રીઓ જોડાશે. વડા પ્રધાનના કાર્યક્રમને લઈને સમગ્ર તૈયારીઓ પણ કરી દેવાઈ છે.

ગાંધીઆશ્રમને સજાવવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.


'આઝાદીનો અમૃત મહોત્સવ'

આ કાર્યક્રમને 'આઝાદીનો અમૃત મહોત્સવ' નામ આપવામાં આવ્યું છે.

'આઝાદીનો અમૃત મહોત્સવ' ભારત સરકાર દ્વારા સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમોની એક કડી છે.

https://twitter.com/PIB_India/status/1369952501336739843

પીઆઈબી ઇન્ડિયાએ જણાવ્યા પ્રમાણે કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સહિત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત અનેક નેતાઓ હાજર રહેશે.

વડા પ્રધાન આ સમયે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું ઉદઘાટન કરશે અને સાબરમતી આશ્રમમાં સભાને સંબોધન પણ કરશે.

સ્વતંત્રતાનાં 75 વર્ષ નિમિત્તે અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'આઝાદીનો અમૃત મહોત્સવ' યોજવા પર વીડિયો કૉન્ફરન્સથી સંબોધન કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે "આઝાદીનાં 75 વર્ષનો સમારોહ એવો હોવો જોઈએ, જેમાં સ્વતંત્રતા સંગ્રામની ભાવના, શહીદોને શ્રદ્ધાંજલિ તથા ભારતના નિર્માણ માટે તેમના સંકલ્પોનો અનુભવ કરી શકાય."

તેમણે કહ્યું કે "આ કાર્યક્રમ વિશ્વની સામે 75 વર્ષની સિદ્ધિઓને પણ પ્રદર્શિત કરશે અને આગામી 25 વર્ષ માટે આપણા માટે સંકલ્પ કરવાની એક રૂપરેખા પણ પ્રદાન કરશે."

વડા પ્રધાને જાણકારી આપી કે 75 વર્ષના સમારોહ માટે પાંચ સ્તંભોનો નિર્ણય કરવામાં આવ્યો છે. એ છે સ્વતંત્રતા સંગ્રામ, 75 પર વિચાર, 75 પર સિદ્ધિઓ, 75 પર પગલાં અને 75 પર સંકલ્પ.


જ્યારે ગાંધીજીએ અમદાવાદથી દાંડીકૂચની શરૂઆત કરી

ગાંધીજી

12 માર્ચ, 1930ના દિવસે ગાંધીજીએ અમદાવાદથી દાંડીકૂચની શરૂઆત કરી હતી.

સવારે સાડા છ વાગ્યે 78 સત્યાગ્રહીઓ સાથે ગાંધીજીએ મીઠાના કાયદાને તોડવા માટે દાંડી તરફ કૂચનો આરંભ કર્યો હતો.

દાંડીમાર્ચના સત્યાગ્રહીઓએ 12મી માર્ચની પહેલી સાંજ અમદાવાદના અસલાલીમાં ગાળી હતી.

ત્રીજા દિવસે ગાંધીજીની સાથે બીજા બે સત્યાગ્રહીઓ પણ જોડાયા હતા. અને એ રીતે કુલ સંખ્યા ગાંધીજી સહિત 81 સત્યાગ્રહીઓ સુધી પહોંચી હતી.

નવાગામ, માતર, નડિયાદ અને આણંદના રસ્તે આ યાત્રા પાંચ એપ્રિલે નવસારી થઈને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના દાંડી સુધી પહોંચી હતી.

છઠ્ઠી એપ્રિલે સવારે સાડા છ વાગ્યે મહાત્મા ગાંધીએ દાંડીના દરિયાકાંઠે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.

દાંડીયાત્રા સાથે અમદાવાદનો દાંડીપુલ જોડાયેલો છે. સાબરમતી આશ્રમની નજીક આવેલા આ પુલ પરથી થઈને જ ગાંધીજી સત્યાગ્રહીઓ સાથે દાંડી પહોંચ્યા હતા.

કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=-4XTVXnJG1w

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Narendra Modi will start the symbolic Dandi Yatra from Gandhi Ashram Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X