બે દિવસીય પ્રવાસ પર બ્રાઝિલ જશે પીએમ મોદી, બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે
બે દિવસીય પ્રવાસ પર બ્રાઝિલ જશે પીએમ મોદી, બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે
નવી દિલ્હીઃ પીએમ મોદી પોતાના બે દિવસની યાત્રા પર બ્રાઝીલ જશે. તેઓ 14-15 નવેમ્બરે બ્રાઝીલમાં 11મા બ્રિક્સ સંમેલનની બેઠકમાં ભાગ લેશે. જ્યાં તેઓ ઈકોનોનિક ગ્રોથ ફૉર ઈનોવેટિવ ફ્યૂચર જેવા મુદ્દા પર ચર્ચામાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ વાતની જાણખારી આપી. જણાવી દઈએ કે BRICS દેશોમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા સામેલ છે.

વિદેશ મંત્રાલયમાં સચિવ ટીએસ તિરુમૂર્તિએ સંવાદદાતાઓને જાવ્યું કે શિખર સંમેલનમાં નેતા સભ્ય દેશોની વચ્ચે સમગ્ર સહયોગ વધારવા પર વિચાર વિમર્શ કરશે. બ્રાઝીલ આ સમૂહનો વાર્તમાન પ્રમખ દેશ છે, જે 3.6 અબજથી વધુ કે વિશ્વની અડધી આબાદીનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમની પાસે કુલ 16.6 અબજ અમેરિકી ડૉલરનું સંયુક્ત મામૂલી જીડીપી છે.
બ્રાઝીલે પોતાના અધ્યક્ષ પદ અંતર્ગત બ્રિક્સમાં આતંકવાદની રોકથામને પ્રાથમિકતા આપવાનું ઠાની લીધું છે. બ્રાઝીલની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય અપરાધ અને આતંકવાદનો મુકાબલો કરવાની સાથોસાથ વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશન, અર્થવ્યવસ્થા, ન્યૂ ડેવલપમેન્ટ બેંક અને બ્રિક્સ બિઝનેસ કાઉંસિલ વગેરે પ્રાથમિક મુદ્દા સામેલ છે.












Click it and Unblock the Notifications
