નરેન્દ્ર મોદીના ગુજરાત વિકાસના દાવા પોકળ છે : હુડ્ડા

દ્રીપેન્દ્ર હુડ્ડાએ વિકાસના મુદ્દે વ્યક્તિ દિઠ આવક, રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદન તથા માનવ વિકાસ સૂચકાંકનો હવાલો આપ્યો હતો. તેના આધારે તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના વિકાસના દાવામાં સચ્ચાઇ નથી.
કુલ ઘરેલુ ઉત્પાદન પર યોજના પંચના આંકડાનો હવાલો આપતાં હુડ્ડાએ કહ્યું હતું કે હરિયાણાને નાણાંકિય વર્ષ 2011-12 માં 17.1 ટકાનો આર્થિક વિકાસ દર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે તે દરમિયાન ગુજરાતનો આર્થિક વિકાસ 15.68 ટકા રહ્યો હતો.
દ્રીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું હતું કે ગુજરાત હજુ પણ પાછળ છે. નરેન્દ્ર મોદીના દાવા પોકળ છે. કોંગ્રેસ શાસિત રાજ્યોએ દર વિસ્તારમાં ગુજરાત કરતાં સારું પ્રદર્શન કર્યું છે. નરેન્દ્ર મોદીએ ઇમાનદાર અને વિનમ્ર બનવું જોઇએ.












Click it and Unblock the Notifications
