જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે આપ્યુ રાજીનામુ, દેવાળિયા થવાની તૈયારીમાં

ધ ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલે આજે પોતાના પદેથી રાજીનામુ આપ્યુ છે.

દેવાળિયા થવાની તૈયારીમાં પહોંચેલી એરલાઈન જેટ એરવેઝ વિશે જાણકારી સામે આવી છે. ધ ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલે આજે પોતાના પદેથી રાજીનામુ આપ્યુ છે. ત્યારબાદ નરેશ ગોયલે પોતાના કર્મચારીઓના નામ એક પત્ર લખીને કહ્યુ કે તે કોઈ પણ બલિદાન માટે તૈયાર છે. માનવામાં આવી રહ્યુ છે કે એરલાઈનને ડૂબવાથી રોકવા માટે તે માલિકી પરિવર્તન યોજનાનો હિસ્સો છે.

Naresh Goyal

એક અન્ય મીડિયા રિપોર્ટ અનુસાર આજે થઈ રહેલી બેઠકમાં દેવાદાર 1500 કરોડ રૂપિયાના ઈમરજન્સી ફંડને પણ મંજૂરી આપશે. વળી હાલમાં લંડનમાં રહી રહેલા નરેશ ગોયલ વીડિયો કોન્ફરન્સ દ્વારા 23,000 કર્મચારીઓને સંબોધિત કરવાના પણ સમાચાર હતા. આ ઉપરાંત મિંટના એક રિપોર્ટની માનીએ તો જેટ એરવેઝને બચાવવાના છેલ્લો વિકલ્પ નક્કી કરવા માટે 31 માર્ચના રોજ એતિહાદ એરવેઝની મીટિંગ થવાની છે.

એરલાઈન માટે નવા પ્લાનમાં ફેરફાર કરવામાં આવી શકે છે જેમાં નવા બોર્ડ અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ સંભવ છે. બોર્ડની મંજૂરીની તરત બાદ આ યોજનાને ઈમ્પ્લીમેન્ટ કરી દેવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે જેટ એરવેઝના સીઈઓ વિનય દૂબે કંપનીમાં રહેશે. ગયા એક અઠવાડિયામાં લેણદારોએ નરેશ ગોયલની 51 ટકા ભાગીદારી અને નવા ખરીદારોની શોધની વાત કહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X