For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્લાસ શરુ થતા પહેલા દરેક મદરસામાં ગાવામાં આવશે રાષ્ટ્રગીત, શિક્ષકો અને છાત્રો લેશે ભાગ

યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારંભ પહેલા ઉત્તર પ્રદેશ મદરસા શિક્ષણ પરિષદે એક મોટો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારંભ પહેલા ઉત્તર પ્રદેશ મદરસા શિક્ષણ પરિષદે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ હવે માન્યતા પ્રાપ્ત, અનુદાનિત તેમજ બિન અનુદાનિત મદરસામાં નવા સત્રથી ક્લાસ શરુ થતા પહેલા રાષ્ટ્રગીત ગાવામાં આવશે. છાત્રો અને શિક્ષકો એકસાથે મળીને રાષ્ટ્રગીત ગાશે. આ ઉપરાંત હવે દરેક મદરસામાં શિક્ષકની ઉપસ્થિતિ માટે બાયોમેટ્રિક્સ સિસ્ટમ લગાવવામાં આવશે.

madarsa

વાસ્તવમાં, મદરસા શિક્ષણ પરિષદની ગુરુવારે(24 માર્ચે) એક બેઠક થઈ હતી જેમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં એક મહત્વનો નિર્ણય એ લેવામાં આવ્યો કે નવા શિક્ષણ સત્રથી રાજ્યના બધા મદરસામાં ક્લાસ શરુ થતા પહેલા રાષ્ટ્રગીત ગાવામાં આવશે. આને અન્ય દુઆઓ સાથે અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. એટલુ જ નહિ, મદરસાની શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે ટીઈટીની જેમ શિક્ષકોની ભરતી માટે મદરસા શિક્ષક પાત્રતા પરીક્ષા(એમટીઈટી) પણ શરુ કરવામાં આવશે.

શિક્ષકોની ઉપસ્થિતિ સમયાનુસાર સુનિશ્ચિત કરવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવશે. વળી, મદરસામાં છાત્રોની સંખ્યા ઓછી થવા પર અન્ય મદરસામાં શિક્ષકોનુ સમાયોજન કરવામાં આવશે. ડૉ. જાવેદે જણાવ્યુ કે બોર્ડના રજિસ્ટ્રાર જલ્દી શાસનને એમટીઈટી બાબતે પ્રસ્તાવ મોકલશે. તેમણે જણાવ્યુ કે મદરસામાં ભણાવતા શિક્ષકો અને કર્મચારીઓના બાળકો કઈ સંસ્થાઓમાં શિક્ષણ મેળવી રહ્યા છે તેનો સર્વે કરાવાવ પર પણ સંમિત બની છે.

તેમણે જણાવ્યુ કે મુન્શી-મૌલવી, આલિમ, કામિલ અને ફાજિલની પરીક્ષાઓ 14થી 27 મે વચ્ચે કરાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. 20 મે બાદ માધ્યમિક શિક્ષણ પરિષદના વિદ્યાલયોમાં ગરમીની રજાઓ અને યુપી બોર્ડ ઉત્તર પુસ્તિકાનુ મૂલ્યાંકનના કારણે કૉલેજો ખાલી ન થવા પર મદરસા બોર્ડની પરીક્ષાઓ મદરસામાં કરાવવામાં આવશે. આ ઉપરાંત મદરસામાં દૈનિક પાઠ્યક્રમો સાથે-સાથે હિંદી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન વગેરે વિષયોની પણ પરીક્ષા થશે. સાથે જ સમયે-સમયે સર્વે કરાવીને તપાસ કરાવવામાં આવશે કે મદરસા શિક્ષકોના બાળકો મદરસામાં જ ભણે છે અન્ય સ્કૂલોમાં.

English summary
National anthem will be sung in every madrassa of uttar pradesh before class starts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X