For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

National Suicide Prevention Strategy : કેન્દ્ર સરકાર આત્મહત્યા નિવારણ માટે તૈયાર કરાશે રણનીતિ

દેશમાં પહેલી રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ રણનીતિ તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારની આ પહેલનું આરોગ્ય નિષ્ણાતોએ આ જાહેરાતનું સ્વાગત કર્યું છે. આ સાથે 2030માં મૃત્યુ દરમાં 10 ટકાનો ઘટાડવાનો કરવાનો લક્ષ્યાંક છે.

|
Google Oneindia Gujarati News

Suicide Prevention : દેશમાં આત્મહત્યાના વધતા જતા કિસ્સાને કારણે ચિંતા વધી છે. આત્મહત્યાને રોકવા માટે દેશના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશમાં પહેલી રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ રણનીતિ તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી છે.

સરકારની આ પહેલનું આરોગ્ય નિષ્ણાતોએ આ જાહેરાતનું સ્વાગત કર્યું છે. આ સાથે 2030માં મૃત્યુ દરમાં 10 ટકાનો ઘટાડવાનો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે લાખો લોકોના મોત આત્મહત્યા કરવાને કારણે થાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર વર્ષ 2021માં 1.64 લાખથી વધુ લોકોએ આત્મહત્યા કરી હતી.

આત્મહત્યા સમાજના તમામ વર્ગોને અસર કરે છે

આત્મહત્યા સમાજના તમામ વર્ગોને અસર કરે છે

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આત્મહત્યા નિવારણ વ્યૂહરચના વિશે જાહેર કરેલા જાહેરનામામાં જણાવ્યું હતું કે, આરોગ્ય અમારી પ્રાથમિકતા છે, દેશમાં વધતા આત્મહત્યાના કેસોને રોકવા માટે હવે આપણે વધુ કરવાની જરૂર છે.

આત્મહત્યા સમાજના તમામ વર્ગોને અસર કરે છે. આ વાતને ધ્યાનમાં રાખીને, મોટા પાયા પર નક્કર અને સહયોગી પ્રયાસોની જરૂર છે. આત્મહત્યા નિવારણ વ્યૂહરચના દ્વારા અમે આ દિશામાં રાષ્ટ્રીય સ્તરે આયોજન કરવાની પહેલ કરી રહ્યા છીએ.

દર કલાકે લગભગ 18 લોકો આત્મહત્યા કરી રહ્યા છે

દર કલાકે લગભગ 18 લોકો આત્મહત્યા કરી રહ્યા છે

ભારતમાં આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓના આંકડા ચોંકાવનારા છે. આંકડા મુજબ આત્મહત્યાના કારણે દરરોજ 450 લોકોના મોત થઈ રહ્યા છે, દર કલાકે લગભગ 18 લોકો આત્મહત્યા કરી રહ્યા છે. વર્ષ 2020-21માં કોરોના રોગચાળા પહેલાના વર્ષોની સરખામણીમાં આ આંકડામાં વધારો થયો છે.

આત્મહત્યા નિવારણ વ્યૂહરચનાનું લક્ષ્ય

આત્મહત્યા નિવારણ વ્યૂહરચનાનું લક્ષ્ય

દેશની પ્રથમ આત્મહત્યા નિવારણ વ્યૂહરચનાની જાહેરાતનો ઉદ્દેશ્ય આગામી ત્રણ વર્ષમાં આત્મહત્યા નિવારણ માટે અસરકારક મોનિટરિંગમિકેનિઝમ સ્થાપિત કરવાનો છે.

આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં તમામ જિલ્લાઓમાં જિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત લોકોમાંઆત્મહત્યા અટકાવવા અંગે જાગૃતિ વધારવા અને માનસિક બીમારીનો ભોગ બનેલા લોકોના માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ માટે સંકલિત પ્રયાસોકરવાનો લક્ષ્યાંક છે.

અભ્યાસક્રમમાં શામેલ કરવામાં આવશે

અભ્યાસક્રમમાં શામેલ કરવામાં આવશે

આ જાહેરાતમાં અભ્યાસક્રમમાં આત્મહત્યા નિવારણનો પણ સમાવેશ કરવાનો સરકારનો હેતુ છે. યોજના હેઠળ આગામી આઠ વર્ષમાં તમામશૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસક્રમમાં તેનો સમાવેશ કરવામાં આવશે, જેથી પ્રાથમિક સ્તરે બાળકોને તેના વિશે શિક્ષિત કરી શકાય.

લક્ષ્યઅનુસાર, તે આત્મહત્યાના જવાબદાર મીડિયા રિપોર્ટિંગ અને આત્મહત્યાના માધ્યમોની પહોંચને પ્રતિબંધિત કરવા માટે માર્ગદર્શિકા તૈયારકરવાની પણ યોજના કરવામાં આવી રહી છે.

શું કહે છે આત્મહત્યા નિવારણ નીતિના નિષ્ણાતો?

શું કહે છે આત્મહત્યા નિવારણ નીતિના નિષ્ણાતો?

કેન્દ્ર સરકારની આ પહેલને આવકારતાં એક મનોચિકિત્સક કે જેઓ મધ્ય પ્રદેશ સરકારમાં આત્મહત્યા નિવારણ નીતિ મુસદ્દા સમિતિના સભ્ય પણ છે, તેમણે જણાવ્યું હતું કે, આત્મહત્યા નિવારણ નીતિને ભવિષ્ય માટે વધુ સારું પગલું ગણાવ્યું છે.આત્મહત્યા નિવારણ વ્યૂહરચનાની જાહેરાત માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા બનાવવાની સરકારની ઇચ્છા દર્શાવે છે.

તેમનું કહેવું છે કે, અભ્યાસક્રમમાં માનસિક સ્વાસ્થ્ય અનેઆત્મહત્યા નિવારણનો સમાવેશ કરવાથી બાળકોને તણાવ વ્યવસ્થાપન કૌશલ્ય વિકસાવવામાં મદદ મળશે, જેનાથી લોકોને આત્મહત્યાનિવારણ વિશે શિક્ષિત કરવામાં આવશે.

મધ્યપ્રદેશમાં અમે માનસિક સ્વાસ્થ્યને અભ્યાસક્રમનો એક ભાગ બનાવવા અને આત્મહત્યાનિવારણ માટે સતત પ્રયાસો કરી રહ્યા છીએ, જે બાદ હવે કેન્દ્ર સરકારની આ પહેલ આવકારદાયક છે.

આ પહેલા મધ્યપ્રદેશ સરકારે કરી છે પહેલ

આ પહેલા મધ્યપ્રદેશ સરકારે કરી છે પહેલ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 9 સપ્ટેમ્બર, 2022ના રોજ મધ્યપ્રદેશ સરકારે એક મહત્વપૂર્ણ પહેલ કરીને રાજ્ય સ્તરે આત્મહત્યા નિવારણ માટે વ્યૂહરચના દસ્તાવેજ તૈયાર કરવાની જાહેરાત કરી હતી.

આ ટાસ્કફોર્સના સભ્ય જણાવે છે કે, માનસિક સ્વાસ્થ્ય વિશે લોકોને જાગૃતકરવા અને તેમને સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે વ્યાવસાયિક રીતે શિક્ષિત કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેનાથી આત્મહત્યા અટકાવવામાં મદદ મળીશકે છે.

કેન્દ્ર સરકારની આ પહેલથી દેશમાં આત્મહત્યાના વધતા જતા કેસોને ઘટાડવામાં મદદ મળવાની આશા છે. વ્યક્તિગત રીતે, જોઆપણે બધા આપણી આસપાસના લોકોના મનની સ્થિતિને સરળતા અને ગંભીરતાથી સમજવાનો પ્રયાસ શરૂ કરીએ, તો તેમાં ઘણો સુધારોથઈ શકે છે.

English summary
National Suicide Prevention Strategy will be prepared, it will also be included in the curriculum
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X