કુદરતી ગેસ અને પેટ્રોલની કિંમતમાં ફરી તોળાતો વધારો

દેશના પેટ્રોલિયમ મંત્રાલયે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે દેશમાં ઉત્પાદિત તમામ કુદરતી ગેસની કિંમતોનું નિર્ધારણ આંતરરાષ્ટ્રીય બજાર તથા આયાત કરવામાં આવતા એલએનજીના સરેરાશ મૂલ્યના ફોર્મ્યુલા અંતર્ગત હોય. રંગરાજન સમિતીએ પણ આ જ સૂચન કર્યું છે. આ મુદ્દો આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતી (સીસીઇએ)ની બેઠકના એજન્ડામાં પણ સામેલ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વ્યવસ્થા એપ્રિલ 2014થી પ્રભાવમાં આવશે. તે જાહેર ક્ષેત્રની ઓએનજીસી તથા ખાનગી ક્ષેત્રની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ દ્વારા ઘરેલૂ ક્ષેત્રમાં ઉત્પાદિત ગેસ પર અમલી બનશે. પ્રસ્તાવ અનુસાર ગેસની કિંમતો 2017 સુધી પ્રત્યેક ત્રિમાસિક ગાળામાં સંશોધિત થશે. આમ થતાં 2017 સુધી દરો સંપૂર્ણ રીતે મુક્ત થઇ જશે.












Click it and Unblock the Notifications
