48 કલાકથી જમ્મુ કાશ્મીરના નૌગામ સેક્ટરમાં શૂટઆઉટ, 3 જવાન શહીદ

Posted By:
Subscribe to Oneindia News

શનિવારે એલઓસી પર સ્થિત નૌગામ સેક્ટર પર આંતકીઓ અને સેના વચ્ચે ફાયરિંગ સાથે હિંસક અથડામણ શરૂ થઇ. આ અથડામણમાં અત્યાર સુધી ચાર આંતકીઓના મોત થયા છે. તો ત્રણ જવાનો પણ શહીદ થયા છે. શનિવારથી શરૂ થયેલી આ અથડામણમાં અત્યાર સુધી 48 કલાકથી વધુ સમય થઇ ગયો છે. અને છેલ્લા 48 કલાકથી એલઓસી પર હાજર આંતકીઓ દ્વારા ભારે હથિયાર સાથે પ્રહાર થઇ રહ્યો છે. નૌગામ નોર્થ કાશ્મીરમાં કુપવાડામાં આવે છે. અહીં તે સમયે એનકાઉન્ટ શરૂ થયું જ્યારે સેનાએ ધુસણખોરીના એક પ્રયાસને એલઓસી પર અસફળ કરવામાં આવ્યું.

army

શનિવારે વહેલી સવારે શરૂ થયેલા આ એનકાઉન્ટરમાં સેનાએ પણ આતંકીઓને વળતો જવાબ આપ્યો હતો. શ્રીનગરમાં હાજર રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ આ અંગે જણાવ્યું છે કે ચાર આતંકીઓ અત્યાર સુધીમાં આ હુમલામાં મોતને ઘાટ ઉતર્યા છે. અને ત્રણ સૈનિકો પણ શહીદ થયા છે. વધુમાં તેમણે કહ્યું કે ઓપરેશન હજી પણ ચાલુ છે. અને સુરક્ષાદળો દ્વારા એલઓસીના પાસેના વિસ્તારમાંથી આંતકીઓનો ખાતમો કરવાના પ્રયાસો ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે પુંછની કૃષ્ણા ખીણમાં થયેલી દુર્ધટના પછી આ સૌથી મોટી ધુસણખોરી માનવામાં આવી રહી છે. વધુમાં એક મેના રોજ પણ પાકિસ્તાન તરફથી સીઝફાયર વોયલેશન કરવામાં આવ્યું હતું જેમાં બે ભારતીય જવાનો શહીદ થયા હતા. ગૃહ મંત્રાલય તરફથી પણ જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2016થી ધુસણખોરીની ઘટનામાં ત્રણ ગણો વધારો થયો છે.

English summary
Naugam operation: Indian Army kills 4 terrorists 3 soldiers martyred.
Please Wait while comments are loading...