For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જિંદલે કર્યું Zeeનું સ્ટિંગ, સો કરોડની બ્લેક મેલિંગ

|
Google Oneindia Gujarati News

naveen jindal
નવી દિલ્હી, 25 ઓક્ટોબર: કોંગ્રેસ સાંસદ અને ઉદ્યોગપતિ નવીન જિંદલે જણાવ્યું કે સપ્ટેમ્બરથી કોલસા વહેચણીના મામલે જીટીવી અમારી કંપની સામે ખોટા સમાચારો બતાવી રહી છે. જ્યારે અમે ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરવાની કોશીશ કરી તો ચેનલે અમારી પાસે 20 કરોડ રૂપિયાની માગ કરી.

નવીન જિંદલે જી ન્યૂઝના એડિટર સુધીર ચોધરી અને જી બિઝનેસના એડિટર સમીર આહલૂવાલિયા પર આરોપ લગાવ્યો હતો કે તેમની પાસે 13, 17 અને 19 સપ્ટેમ્બરે કંપનીના લોકોની થયેલી મીટીંગમાં કરોડોની રકમ માંગી હતી. ચેનલે આ વાતચીતને રેકોર્ડ કરી લીધી હતી અને આજે આ ટેપ પ્રેસ કોન્ફરેન્સમાં બતાવી હતી.

આ અંગે જી ન્યૂઝ ચેનલનું કહેવું છે કે આ ચેનલને બદનામ કરવાનું એક કાવતરૂ છે. નવીન જિંદલે કહ્યું કે તેમને ખરીદવાની કોશિશ કરવામાં આવી અને એવું ના થઇ શક્યું તો તેમને બદનામ કરવામાં આવ્યા. જોકે જિંદલના કહેવા પ્રમાણે સ્ટિંગ રોકવા માટે જી ન્યૂઝે તેમની પાસે 100 કરોડ રૂપિયાની માગ કરી અને રૂપિયા નહી આપવાથી તેમને બદનામ કરવાની ધમકી આપવામાં આવી, આ અંગે તેમણે દિલ્હી પોલીસમાં એક કેસ પણ દાખલ કર્યો છે.

જિંદલે જણાવ્યું કે અમારા જેવા ઘણા લોકો છે જેમને આ જ રીતે બ્લેકમેલ કરવામાં આવે છે. અમને આવું કરવાનો શોખ નથી થતો પણ જ્યારે અમને લાગ્યું કે પાણી માથા પરથી જઇ રહ્યું છે તો અમારે આ સત્ય સામે લાવું પડ્યું. ચેનલનો મુદ્દો એ ન્હોતો કે સત્ય સામે લાવું પણ તેનો મુદ્દો એ હતો કે કઇ રીતે 100 કરોડ બનાવવામાં આવે.

English summary
Jindal Steel chairman Naveen Jindal on Thursday said his company has made a formal police complaint against Zee News and Zee Business for allegedly demanding Rs 100 crore worth of advertisements in lieu of dropping negative stories.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X