નવીન પટનાયકે પાંચમી વાર ઓડિશાના સીએમ તરીકે શપથ લીધા
છેલ્લા બે દશકાથી ઑડિશાની કમાન સંભાળી રહેલા નવીન પટનાયક અને તેમની પાર્ટીએ હાલમાં જ પુરા થયેલા વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
છેલ્લા બે દશકાથી ઑડિશાની કમાન સંભાળી રહેલા નવીન પટનાયક અને તેમની પાર્ટીએ હાલમાં જ પુરા થયેલા વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમને 147 વિધાનસભા સીટોમાંથી 105 સીટો પર જીત મેળવી છે. બુધવારે નવીન પટનાયકે પાંચમી વાર ઓડિશાના સીએમ તરીકેની શપથ લીધી છે. એક સાર્વજનિક સમારોહમાં નવીન પટનાયકે પદ અને ગોપનીયતાની શપથ લીધી.

નવીન પટનાયક સહીત આજે બીજા 20 મંત્રીઓ ઘ્વારા પણ શપથ લેવામાં આવી છે, જેમાં 11 કેબિનેટ અને 9 રાજ્યમંત્રી શામિલ છે. નવીન પટનાયકના કેબિનેટમાં આ વખતે 10 નવા ચહેરા શામિલ કરવામાં આવ્યા છે. શપથ સમારોહના ખાસ અવસરે નવીન પટનાયકની બહેન ગીતા મહેતા પણ હાજર હતી. પીએમ મોદીએ પણ નવીન પટનાયકને ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા પર અભિનંદન આપ્યા છે. પીએમ મોદીએ ટવિટ કરીને કહ્યું છે કે ઓડિશાના વિકાસ માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની દરેક સંભવ મદદ કરશે.
Bhubaneswar: Naveen Patnaik takes oath as the Chief Minister of Odisha. This is his 5th consecutive term as the Chief Minister. pic.twitter.com/Wnagx75v76
— ANI (@ANI) May 29, 2019
મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે મંત્રીપરિષદોમાં મંત્રીઓની કુલ સંખ્યા 21 થઇ છે. નવીન પટનાયક 5 માર્ચ 2000 દરમિયાન પહેલીવાર ઓડિશાના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી લઈને સતત અત્યારસુધી તેઓ રાજ્યના સીએમ છે. વર્ષ 2000 પછી દરેક વિધાનસભા ચૂંટણીમાં નવીન પટનાયકની પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો: પીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ થશે કેજરીવાલ, શીલા દીક્ષિતને આમંત્રણ નહિ












Click it and Unblock the Notifications
