સિદ્ધુએ રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું, શું આપમાં જોડાશે તે?
બીજેપી સાંસદ નવજોત સિંહ સિદ્ધુએ આજે પોતાની રાજ્યસભાની સદસ્યતાથી રાજીનામું આપી દીધુ છે. જાણીતા ક્રિકેટર અને કમેન્ટેટર તેવા નવજોત સિદ્ધુએ પોતાના રાજીનામા પાછળનું કારણ સ્પષ્ટ નથી કર્યું. પણ જે રીતના સમાચારો બહાર આવી રહ્યા છે તે મુજબ તે આમ આદમી પાર્ટી જોઇન કરશે તેવી સંભાવના રહેલી છે.

નોંધનીય છે કે 2014ની ચૂંટણીમાં પણ અમૃતસરની સીટ માટે સિદ્ધુને ટિકિટ નહતી આપવામાં આવી. ત્યારે તે વાતથી નારાજ સિદ્ધુને રાજ્યસભાના સાંસદ પણ બનાવવામાં આવ્યા હતા. પણ તેમ છતાં તેમણે હવે ભાજપ સાથે તેમનો છેડો ફાડી દીધો છે. ત્યારે આવનારા સમયમાં નવજોતસિંહ સિદ્ધુ કોઇ પાર્ટીમાં જોડાય છે કે કેમ તે તો હવે જોવું જ રહ્યું.












Click it and Unblock the Notifications
