Punjab Assembly Elections 2022 : સિદ્ધુ - પંજાબમાં કોંગ્રેસને માત્ર એક જ પાર્ટી હરાવી શકે છે અને તે છે...
પંજાબ કોંગ્રેસમાં જૂથવાદ અંગે પંજાબ કોંગ્રેસ યુનિટના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે, પંજાબમાં કોંગ્રેસને બીજું કોઈ હરાવી શકશે નહીં. કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવી શકે છે.
Punjab Assembly Elections 2022 : પંજાબ કોંગ્રેસમાં જૂથવાદ અંગે પંજાબ કોંગ્રેસ યુનિટના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે, પંજાબમાં કોંગ્રેસને બીજું કોઈ હરાવી શકશે નહીં. કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવી શકે છે. અમૃતસર પૂર્વથી ઉમેદવારી નોંધાવ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુ અને બિક્રમ સિંહ મજીઠિયા વચ્ચે શબ્દયુદ્ધ તેજ થઈ ગયું છે. બંને એકબીજાને જનતાની અદાલતમાં ખેંચી રહ્યા છે અને પોતાને સ્વચ્છ સાબિત કરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે.

કોંગ્રેસ આપશે મજબૂત અને સુરક્ષિત સરકાર
તેમના પ્રતિસ્પર્ધી અને અમૃતસર પૂર્વના શિરોમણી અકાલી દળના ઉમેદવાર બિક્રમ સિંહ મજીઠિયા પર આકરા પ્રહારમાં સિદ્ધુએ તેમને 'પેપર માફિયા' કહ્યા છે.
સિદ્ધુએજણાવ્યું હતું કે, તે (મજીઠિયા) પેમ્ફલેટ માફિયા છે. તેણે ઘણા લોકો સામે કેસ કરાવ્યા, જ્યારે મેં કોઈની સામે કેસ કરાવ્યા નથી.
તેમણે કહ્યું કે, બધા જાણે છે કે, કોંગ્રેસમજબૂત અને સુરક્ષિત સરકાર આપશે. અમે નવું પંજાબ બનાવીશું.
ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ નવજોત સિંહ સિદ્ધુએ અમૃતસર પૂર્વ સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી.
આવા સમયે બિક્રમ મજીઠિયાએ પણ અમૃતસર પૂર્વ બેઠકપરથી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત મજીઠિયાએ મજીઠા મતવિસ્તારમાંથી પણ ફોર્મ ભર્યું છે એટલે કે મજીઠિયા બે જગ્યાએથી ચૂંટણી લડશે.
|
જો હિંમત હોય તો ખાલી અમૃતસરથી જ ચૂંટણી લડે મજીઠિયા
શનિવારના રોજ અમૃતસર પૂર્વથી ઉમેદવારી નોંધાવ્યા બાદ સિદ્ધુએ મજીઠિયાને પડકાર ફેંક્યો અને કહ્યું કે, જો તેમનામાં હિંમત છે તો ખાલી અમૃતસર પૂર્વથી ચૂંટણીલડીને બતાવો.
તમે બે જગ્યાએથી કેમ ચૂંટણી લડી રહ્યા છો? તેમણે કહ્યું કે, હું તેમને ખાલી પડેલી અમૃતસર પૂર્વથી ચૂંટણી લડવા માટે પડકાર ફેંકું છું.
નોંધનીય બાબત છે કે, નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય છે, જ્યારે મજીઠિયા મજીઠા વિધાનસભા મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય છે.
અમૃતસર પૂર્વ સીટ પર સિદ્ધુને ખૂબ જ દબદબો માનવામાં આવે છે, કદાચ આ જ કારણ છે કે, મજીઠિયાએ બે જગ્યાએથી ઉમેદવારી નોંધાવી છે.

20 ફેબ્રુઆરીએ ચૂંટણી, 10 માર્ચે પરિણામ
બીજી તરફ સિદ્ધુના પડકાર પર મજીઠિયાએ કહ્યું કે, ચૂંટણી પંચે મને બે જગ્યાએથી ચૂંટણી લડવાનો અધિકાર આપ્યો છે. તેમણે કહ્યું કે તે તેને (સિદ્ધુ)ને વધારેગંભીરતાથી લેતા નથી.
અમૃતસર પૂર્વથી ઉમેદવારી પત્ર ભર્યા બાદ બંને હરીફો ઘરે-ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે અને એકબીજા પર ઉગ્ર આરોપો લગાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં 20 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે, જ્યારે 10 માર્ચે પરિણામ જાહેર થશે.












Click it and Unblock the Notifications
