નવનીત રાણાને મળી ગેંગરેપની ધમકી, વાંચો ધમકીભર્યા લેટરની મુખ્ય વાતો

Maharashtra Assembly election 2024, Navneet Rana Threat Letter: જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી બાદ હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચ આ માટેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરે તેવી શક્યતા છે.

આ વચ્ચે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતાને ધમકીભર્યો પત્ર મળતા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ભાજપના નેતા નવનીત રાણાને ધમકીભર્યો પત્ર મળ્યો છે, જેનાથી ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં તેણીને સામૂહિક બળાત્કારની ધમકી આપવામાં આવી છે.

આ સાથે આ લેટરમાં 10 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. પત્ર મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ આમીર તરીકે આપી છે અને તેમાં પાકિસ્તાન ઝિંદાબાદ જેવા વિવાદાસ્પદ સૂત્રો પણ લખેલા છે.

Navneet Rana

લેટરમાં આપેલી ધમકીઓની ખાસ વાતો

સામૂહિક બળાત્કારની ધમકી - નવનીત રાણાને પત્રમાં સામૂહિક બળાત્કારની ધમકી આપવામાં આવી છે, જેના કારણે તેની અને તેના પરિવારની સલામતી અંગે ચિંતા વધી છે.

ખંડણીની માંગ - પત્રમાં 10 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી છે.

પતિ રવિ રાણા સામે વાંધાજનક ભાષા - આ ધમકીભર્યા પત્રમાં નવનીત રાણાના પતિ રવિ રાણા વિશે પણ વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

હૈદરાબાદ અને દુબઈનો ઉલ્લેખ - પત્ર મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ હૈદરાબાદની હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેના ભાઈ વસીમે દુબઈથી ફોન કર્યો હતો. આ વ્યક્તિએ પત્રમાં પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો છે.

ધમકી આપનાર વ્યક્તિને તેની પત્નીએ લખેલો પત્ર મળ્યો - પત્રમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, તેને આ પત્ર તેની પત્નીએ લખ્યો હતો.

પોલીસે કેસ નોંધ્યો - રવિ રાણાના અંગત મદદનીશ વિનોદ ગુહેએ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

નવનીત રાણાની રાજકીય સફર અને વિવાદો - નવનીત રાણાનો જન્મ પંજાબી પરિવારમાં થયો હતો. તેમણે કાર્તિકા હાઈસ્કૂલ અને જુનિયર કોલેજમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

ખાસ વાત એ છે કે, તેમણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. જે બાદ તેમણે કન્નડ ફિલ્મ દર્શન દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સ્થાન હાંસલ કર્યું હતું. તેલુગુ ફિલ્મ સીનુ વાસંતી લક્ષ્મીમાં પણ કામ કર્યું છે.

2019માં તેણીએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને જીતી હતી, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી ભાજપની ટિકિટ પર લડી હતી અને કોંગ્રેસના બળવંત વાનખેડે સામે નવનીત રાણાની 19,731 મતોથી હાર થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, નવનીત રાણા સાથે ઘણા વિવાદો જોડાયેલા રહ્યા છે. હૈદરાબાદની એક રેલીમાં તેમણે પોલીસને હટાવવા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

આ સાથે ગુજરાતમાં પણ તેમણે જય શ્રી રામના સમર્થનમાં નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે, જો તમારે ભારતમાં રહેવું હોય તો તમારે જય શ્રી રામ બોલવું પડશે, નહીંતર પાકિસ્તાનમાં જતા રહો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X