For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવાબ મલિકના નિવેદનો પર રોકથી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યુ - સમીર વાનખેડે પર તેમના આરોપ એકદમ ખોટા નથી લાગતા

બૉમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક પર એનસીબી અધિકારી સમીર વાનખેડે સામે નિવેદન આપવા પર રોક લગાવવા સંબંધી આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક પર એનસીબી અધિકારી સમીર વાનખેડે સામે નિવેદન આપવા પર રોક લગાવવા સંબંધી આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે. બૉમ્બે હાઈકોર્ટે કહ્યુ કે નવાબ મલિકે સમીર વાનખેડે વિશે જે કહ્યુ છે તે પહેલી નજરમાં જોઈએ તો સાવ નિરાધાર નથી લાગતુ. એવામાં અમે તેમને નિવેદનો આપવાથી રોકી ના શકીએ.

Bombay HC

સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવે બૉમ્બે હાઈકોર્ટમાં અરજી આપીને માંગ કરી હતી કે નવાબ મલિકને તેમના પરિવાર સામે નિવેદન આપવા પર રોક લગાવવામાં આવે. અરજી પર સુનાવણી કરીને સોમવારે અદાલતે કહ્યુ કે નવાબ મલિકને રાઈટ ટુ સ્પીચનો અધિકાર છે. અમે તેમના નિવેદન આપવા પર રોક નથી લગાવી રહ્યા.

ન્યાયમૂર્તિ માધવ જામદારે કહ્યુ કે પ્રથમ દ્રષ્ટયા એ ન કહી શકાય કે એનસીપી નેતા નવાબ મલિક તરફથી વાનખેડે સામે લગાવવામાં આવેલ આરોપ સંપૂર્ણપણે ખોટા છે. જો કે બૉમ્બે હાઈકોર્ટે કહ્યુ કે સમીર વાનખેડે સામે નવાબ મલિકના ટ્વિટથી પ્રેરિત લાગે છે. કોર્ટે કહ્યુ કે નવાબ મલિક તરફથી વાનખેડે પરિવાર સામે નિવેદન આપી શકાય છે પરંતુ તેમણે વધુ સાવચેતી રાખવી જોઈએ અને પગેલા પોતાને પરખી લેવા જોઈએ. આ કેસમાં આગામી સુનાવણી 20 ડિસેમ્બરે થશે. કોર્ટની સુનાવણી બાદ નવાબ મલિકે આના પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ- સત્યમેવ જયતે, અન્યાય સામે લડાઈ ચાલુ રહેશે.

તમને જણાવી દઈએ કે નવાબ મલિકે સમીર વાનખડે પર વસૂલી કરવા, નકલી જાતિ પ્રમાણપત્રના આધારે નોકરી લેવા અને ધર્મ બદલવા અને તેને છૂપાવીને ફાયદો લેવાના આરોપ લગાવ્યા છે. શાહરુખ ખાનના દીકરી આર્યનની ધરપકડ બાદથી નવાબ મલિક સતત સમીર વાનખેડે પર નિશાન સાધી રહ્યા છે અને તેમના પર ખૂબ ગંભીર આરોપ લગાવી રહ્યા છે.

English summary
Nawab Malik tweets against Sameer Wankhede Bombay High Court refuses to pass injunction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X