For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની પહેલી ચાલ સફળ: આખરે ભારત આવવા રાજી થયા નવાઝ શરીફ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 મે: પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે આખરે નરેન્દ્ર મોદી તરફથી મોકલવામાં આવેલ શપથવિધિ કાર્યક્રમના નિમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. હવે નવાઝ શરીફ સોમવારે થનારા સપથવિધિ સમારંભમાં હાજરી આપવા ભારત આવવા માટે રાજી થઇ ગયા છે. નવાઝ શરીફે ભારત આવવાનો નિર્ણય લેવામાં ત્રણ દિવસનો સમય લીધો.

નવાઝ શરીફે આ નિર્ણયમાં માનવામાં આવી રહ્યું છે કે તેમની દિકરી મરિયમ નવાઝ શરીફે મહત્વની ભૂમિકા અદા કરી છે. મરિયમે એક ટ્વિટ કર્યું હતું કે પાકિસ્તાને ભારતમાં બનનારી નવી સરકારની સાથે સંબંધોને સારા બનાવવાની દિશામાં કામ કરવું જોઇએ.

નવાઝ શરીફની સરકાર અને વિપક્ષની ઇચ્છા હતી કે નવાઝ, ભારત જાય પરંતુ પાકિસ્તાન સેના અને હાફિસ સઇદે તેમના આ નિર્ણયમાં અવરોધો ઊભા કર્યા હતા. ક્યાંક ને ક્યાંક આ નિર્ણયની સાથે જ ભારતને એક મોટી કૂટનીતિક જીત પણ હાંસલ થઇ છે.

nawaz sharif
નરેન્દ્ર મોદીએ નવાઝ શરીફને આમંત્રણ એ રીતે આપ્યું છે કે સાર્ક દેશોના તમામ પ્રમુખોને આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાનમાં સુરક્ષા વિશેષજ્ઞોની સાથે જ ભારતમાં વિદેશ નીતિના જાણકારો પણ નરેન્દ્ર મોદીના આ પગલાની ખૂબ જ સરાહના કરી રહ્યા છે.

હવે જોવાનું એ રહેશે કે નવાઝ શરીફ ભારત આવે છે તો તેઓ નરેન્દ્ર મોદીની સાથે કોઇ જરૂરી વાતચીત કરે છે કે નહીં, પરંતુ એટલું તો પાક્કુ છે કે નવાઝ શરીફના ભારત આવવાથી બંને દેશોના સંબંધોને એક નવી દિશા જરૂર મળશે.

English summary
Nawaz Sharif finally ready to attend Narendra Modi's swearing in ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X