For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની પરિવર્તન યાત્રા પર નક્સલી હુમલો, અધ્યક્ષ સહિત 27ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાયપુર, 26 મે: છત્તીસગઢમાં ગઇકાલે થયેલા હુમલા બાદ ગુમ હોવાનું કહેવામાં આવતાં કોંગ્રેસ અધ્યક્ષ નંદ કુમાર પટેલ અને તેમના પુત્ર દિનેશ પટેલની લાશ આજે સવારે ઘટનાસ્થળેથી થોડે દૂર મળી આવી છે. તેમની વિશે કહેવામાં આવતું હતું લે નકસલી તેમની અપહરણ કરી લઇ ગયા હતા.

બસ્તર જિલ્લાના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળ પર આજે સુરક્ષાકર્મી અને કોંગ્રેસ કાર્યકર્તાઓની લાશ મળી આવી હતી. નકસલી હુમલામાં છત્તીસગઢના કોંગ્રેસ અધ્યક્ષ નંદ કુમાર પટેલ, વરિષ્ઠ કોંગ્રેસની નેતા મહેન્દ્ર કર્મા સહિત અત્યાર સુધી 27 લોકોના મોત નિપજ્યાં છે. ઘટનાસ્થળેથી લાશને શોધવાનું કામકાજ ચાલુ છે. હજારો સુરક્ષાકર્મી શોધખોળ અભિયાનમાં જોડાયેલા છે.

પોલીસ કમિશ્નર રામનિવાસને હુમલામાં 32 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે. નંદ કુમાર પટેલની લાશ મળ્યા બાદ શોકનું મોજું ફરી વળ્યું છે. હુમલાના વિરોધમાં રાજધાની રાયપુરમાં સ્વંભૂ બંધ પાળવામાં આવ્યો છે. રાજધાનીમાં કોંગ્રેસ ભવન અને અન્ય રાજકીય પ્રતિષ્ઠાનોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વરસાદના કારણે શોધખોળ અભિયાનમાં સમસ્યા ઉભી થઇ રહી છે.

naxal-attack

ગઇકાલે રાત્રે પોલીસે જણાવ્યું હતું કે નક્સલીઓએ બસ્તર જિલ્લાના મુખ્યાલય જગદપુરના નજીક દરબા ઘાટી વેલીમાં કોંગ્રેસી નેતાઓના કાફલા પર હુમલો કર્યો હતો. કેન્દ્રિય ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (નક્સલ પ્રબંધન) એમ એ ગણપતિએ નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે હુમલામાં 17 લોકોના મોત નિપજ્યાં છે તથા અન્ય 20ને ઇજા પહોંચી છે. તેમને જણાવ્યું હતું કે મોતને ભેટેલા અને ઘાયલ થયેલા લોકોમાં મોટાભાગના કોંગ્રેસી નેતા તથા કાર્યકર્તાઓ સમાવેશ થાય છે. હુમલામાં મૃત્યું પામેલા ચાર-પાંચ લોકો નેતાઓના અંગત સુરક્ષા અધિકારીઓ હતા.

છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહે મોડી રાત્રે સંવાદદાતાઓના સંમેલનમાં નક્સલી હુમલામાં મોતને ભેટેલા લોકોની સંખ્યા 16 બતાવી હતી પરંતુ ઘાયલો વિશે કોઇ આંકડો આપ્યો ન હતો. આ દરમિયાન ઘાયલ 84 વર્ષીય પૂર્વ કેન્દ્રિય મંત્રી વિદ્યાચરણ શુક્લાનું જગદલપુર હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું છે. તેમની હાલત ગંભીર અ છે. હુમલામાં તેમના શરીરમાં ત્રણ ગોળીઓ નિકાળવા માટે તેમનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવી દિલ્હીમાં કહ્યું હતું કે શુક્લાને પેટમાં ગોળી વાગી છે.

કર્મા ઉપરાંત પૂર્વ કોંગ્રેસ સાંસદ ગોપાલ માધવન તથા રાજનાંદગાંવના પૂર્વ ધારાસભ્ય ઉદય મુદાલિયાર પણ મૃત્યું પામ્યાં છે તથા એક પ્રમુખ મહિલા આદિવાસી નેતા ફૂલો દેવી નેતામ, બસ્તરમાં ઘાયલ થઇ છે. નક્સલીઓએ સાંજે લગભગ સાડા પાંચ વાગે 'પરિવર્તન રેલી' પરત ફરી રહેલા નેતાઓ અને કાર્યકર્તાઓના કાફલા પર હુમલો કર્યો હતો. પૂર્વ ગૃહ મંત્રી અને 'સલમા ઝુડૂમ'ના સંસ્થાપક કર્માને લગભગ 100 થી 150 નક્સલીઓ ઘેરી લીધા હતા અને તેમના શરીરને ગોળીઓથી વિંધી નાખ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નક્સલીઓએ દારૂગોળા વડે ધમાકા કરી ઝાડ પાડીને રસ્તા પર અવરોધ ઉભો કર્યો હતો. વિસ્ફોટમાં કાફલાની એક ગાડી ચપેટમાં આવી ગઇ હતી. હુમલા બાદ નક્સલીઓએ ઝાડ સળગાવ્યા હતા.

કોંગ્રેસ નેતાઓના સુરક્ષા અધિકારીઓએ વળતો ગોળીબાર કરી હતી પરંતુ તેમના કારતૂસ ખતમ થઇ ગયા હતા. આ હુમલો રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 202 નજીક ઘોર જંગલમાં થયો હતો. આ રાજમાર્ગ છત્તીસગઢના પડોશી આંધ્ર પ્રદેશના ભદ્રચલમ જિલ્લાને જોડે છે. વિપક્ષી કોંગ્રેસે 12 એપ્રિલના રોજ પરિવર્તન યાત્રા શરૂ કરી હતી. રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. યાત્રામાં પાર્ટીના કેટલાક નેતાઓનો પણ સમાવેશ થાય છે.

English summary
A day after Chhattisgarh Congress Committee chief Nand Kumar Patel and his son Dinesh were kidnapped by Naxals on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X