ગઢચિરોલીમાં બારૂદી સુરંગ વિસ્ફોટ, ત્રણ પોલીસકર્મી શહીદ
ગઢચિરોલી, 17 ઓક્ટોબર: નક્સલીઓએ આજે ફરી એકવાર મોટી ઘટનાને અંજામ આપ્યો છે. મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં નક્સલીઓએ એક બારૂદી સુરંગ વિસ્ફોટ કર્યો છે જેમાં ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મી શહીદ થયા છે.
ગઢચિરોલી જિલ્લા કલેક્ટરના અનુસાર હુમલો મોટી રાત્રે થયો હતો. હુમલાવરોએ આ બ્લાસ્ટ ક્ષેત્રમાં પોલીસવાનમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મીઓને નિશાન બનાવીને કર્યો હતો. વિસ્ફોટ જિયારાપટ્ટી વિસ્તારની આસપાસના જંગલોમાં થયો હતો.

આ પહેલાં આ વર્ષે 26 માર્ચના રોજ પણ એક મોટા નક્સલી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના 11 જવાનો શહીદ થયા હતા. પોલીસના અનુસાર નક્સલીઓએ ત્યારે ઘનોરના પશુટોલામાં બારૂદી સુરંગ વિસ્ફોટ કર્યો હતો.












Click it and Unblock the Notifications
