NCP એ ગેસે સિલિન્ડરના ભાવ ઘડાટાને જુમલો ગણાવ્યો, કહ્યું-500-700 ઘટવા જોઈતા હતા
મોંઘવારીની માર વચ્ચે કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. પહેલા સતત વધારા બાદના મામુલી ઘટાડાને વિપક્ષી પાર્ટીઓએ જુમલો ગણાવ્યો છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત બાદ રાજનીતિ ગરમાઈ છે. હવે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડરના લાભાર્થીઓને 400 રૂપિયાની સબસિડી મળશે. આ સાથે જ વિપક્ષે મોદી સરકારના આ પગલાને ઘેરવાનું શરૂ કરી દીધું છે.

એનસીપીના કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ સુપ્રિયા સુલેએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડા અંગે કહ્યું કે, આ જુમલા સરકાર છે. જો તમે રૂ.200 ઘટાડશો તો શું થશે? અમારી સરકાર હતી ત્યારે સિલિન્ડરની કિંમત 400 રૂપિયા હતી, આજે 1150 રૂપિયા છે.
તેમણે વધુમાં કહ્યું કે, તે 500 કે 700 રૂપિયા ઘટાડવા જોઈતા હતા. આ બધું ચૂંટણી જુમલા છે. તેમણે સાડા ચાર વર્ષ સુધી મોંઘવારી વિશે ન વિચાર્યું. કર્ણાટકની જનતાએ તેમને મોંઘવારી અને બેરોજગારીના કારણે નકારી દીધા, કેન્દ્ર સરકાર ડરી ગઈ છે.
#WATCH | On the Centre's decision to slash LPG cylinder prices by Rs 200, NCP Working President & MP Supriya Sule says, "This is 'jumla' government...What will happen by decreasing Rs 200...When our government was in power, the prices were Rs 400 per cylinder...Today, it is Rs… pic.twitter.com/Kpk51bLkVn
— ANI (@ANI) August 29, 2023
જણાવી દઈએ કે, આવનારી લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા ઈન્ડિયા ગઠબંધનની ગતિવિધીઓથી બીજેપીમાં ડરનો માહોલ છે. આ જ કારણ છે કે હવે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો છે.












Click it and Unblock the Notifications
