મહારાષ્ટ્રમાં મંત્રાલયોની વહેંચણી અંગેની નારાજગી પર શરદ પવારનુ નિવેદન

એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે કે કાલે (શુક્રવારે) મંત્રીઓના વિભાગોની વહેંચણી કરી દેશે.

એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે કે કાલે (શુક્રવારે) મંત્રીઓના વિભાગોની વહેંચણી કરી દેશે. પવારે કહ્યુ છે કે મંત્રાલયોની વહેંચણી માટે સરકારના સહયોગી પક્ષો એનસીપી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે કોઈ પ્રકારનો અણબનાવ નથી. એવા સમાચાર હતા કે ત્રણે પક્ષોમાં મંત્રાલય માટે ઘણી ખેંચતાણ છે જેના કારણે મંત્રીઓને પોર્ટફોલિયો નથી મળી રહ્યો આને પવારે ખોટુ ગણાવ્યુ છે.

sharad pawar-uddhav

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે સીએમ પદના શપથ લીધા હતા. 30 ડિસેમ્બરે તેમણે પોતાના મંત્રીમંડળનો પહેલો વિસ્તાર કર્યો છે. 30 ડિસેમ્બરે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના 36 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા પરંતુ હજુ સુધી વિભાગ વહેંચવામાં આવ્યા નથી. કહેવાઈ રહ્યુ છે કે વિભાગોની વહેંચણી માટે ત્રણે ગૂંચવાયા છે જેના માટે આમાં મોડુ થઈ રહ્યુ છે.

સોમવારે વિધાન ભવનમાં 36 મંત્રીઓએ શપથ લીધા બાદ હવે ઉદ્ધવ ઠાકરેનુ કુલ 43 મંત્રીઓવાળુ મંત્રીમંડળ તૈયાર થઈ ચૂક્યુ છે. મહારાષ્ટ્ર સરકારમાં સીએમને સહિત શિવસેનાના 15 મંત્રી છે. એનસીપીના 16 મંત્રીઓએ શપથ લીધા છે. ત્રીજા સહયોગી કોંગ્રેસના 12 મંત્રી છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડી સરકારમાં વિભાગોની વહેંચણી માટે બુધવારે મોડે સુધી ગઠબંધનના ત્રણે દળોની બેઠક થઈ. એવુ માનવામાં આવી રહ્યુ છે કે ઘણા મહત્વના મંત્રાલયો માટે પેચ ફસાયેલો છે. જો કે ગઠબંધનના નેતા સતત કહી રહ્યા છે કે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનામાં વિભાગોની વહેંચણી પર સંમતિ બની ચૂકી છે અને કોઈ ખેંચતાણ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X