For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ-શિવસેનાની માંગ, તરત ફ્લોર ટેસ્ટ કરાવો

સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ-શિવસેનાની માંગ, તરત ફ્લોર ટેસ્ટ કરાવો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ શનિવારે અજીત પવાર સાથે મળી ભાજપે છાનામાના સરકાર બનાવી લીધી જેને લઈ હવે રાજકીય રંગો બદલાયેલા જોવા મળી રહ્યા છે. સરકાર બનાવવાાની આ પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સુપ્રી કોર્ટ પહોંચ્યાં છે. જ્યાં તેમણે મહારાષ્ટ્રના રાજ્યપાલે દેવેન્દ્ર ફડવણીસને સરકાર બનાવવા આપેલ આમંત્રણને અયોગ્ય ગણાવતા તરત જ ફ્લોર ટેસ્ટ કરાવવાની માગણી કરી છે.

supreme court

ભાજપે સરકાર રચ્યા બાદ હવે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી અને સરકારને 24 કલાકમાં બહુમત સાબિત કરવા માટે સૂચના આપવાની અપીલ કરી હતી. ભાજપ સાથે સંબંધ તોડી ચૂકેલ પાર્ટીએ આ મામલે શનિવારે રાત્રે કોર્ટમાં અરજી દાખલ કરતાં સુનાવણીનો અનુરોધ કરતા કહ્યું કે હોર્સટ ટ્રેડિંગને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારને 24 કલાકમાં જ બહુમત સાબિત કરવાના નિર્દેશ આપવામાં આવે.

જણાવી દઈએ કે કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સિંધવી, શિવસેના તરફથી કપિલ સિબ્બલ દલીલ કરી રહ્યા છે જ્યારે ભાજપે પોતાની તરફથી મુકુલ રોહતગીને ઉતાર્યા છે. દલીલ કરતી વખતે ભાજપના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ રાજ્યપાલને આદેશ ના આપી શકે. રાજ્યપાલ કોર્ટને જવાબ આપવા માટે બંધાયેલ નથી. બે-ત્રણ દિવસનો સમય મળે, નોટિસ જાહેર થાય જેથી અમે જવાબ દાખલ કરી શકીએ. હાઈકોર્ટને બદલે સીધા જ સુપ્રીમ કોર્ટ જતાં ભાજપના વકીલ રોહગીએ સવાલ ઉઠાવ્યા હતા જો કે સુપ્રીમ કોર્ટે રોહતગીની આ દલિલ ફગાવી દીધી.

અભિષેક મનુ સિંધવીએ પોતાની દલિલમાં કહ્યું કે બોમ્મઈ જજમેન્ટમાં કહેવામાં આવ્યું કે ફ્લોર ટેસ્ટ સૌથી સારો રસ્તો છે. સુપ્રીમ કોર્ટે કર્ણાટક મામલે પણ આગામી દિવસે ફ્લોર ટેસ્ટ કરાવવાના આદેશ આપ્યા હતા. ગોવા કેસમાં પણ સુપ્રીમ કોર્ટે તરત ફ્લોર ટેસ્ટ કરાવવા કહ્યું હતું.

સિંધવીએ વધુમાં કહ્યું કે- એક ઉપ મુખ્યમંત્રી કહે છે કે સમર્થન છે. 41 ધારાસભ્યો લખે છે કે આ દગો છે. રાજ્યપાલે કોઈ સામગ્રી ના માંગી. કાલે જ ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવે. મોટા મુદ્દા પર કાલે સુનાવણી થઈ શકે છે.

કેન્દ્ર સરકાર તરફતી હાજર રહેલ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે શિવસેના-એનસીપી-કોંગ્રેસ પાસે સરકાર બનાવવાનો મૌલિક અધિકાર નથી અને તેમની અરજીને મંજૂરી ના આપી શકાય. સોમવારે સવારે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટ ફરી સુનાવણી ચાલુ કરશે.

મહારાષ્ટ્રમાં રાજકીય નાટકો વચ્ચે ભાજપી સાંસદને શરદ પવાર મળતાં ખળભળાટ મચ્યોમહારાષ્ટ્રમાં રાજકીય નાટકો વચ્ચે ભાજપી સાંસદને શરદ પવાર મળતાં ખળભળાટ મચ્યો

English summary
NCP, congress and shiv sena demanded immediately floor test in maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X