અત્યારે ચૂંટણી થાય તો 212થી 232 બેઠકો પર આવે એનડીએ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 7 માર્ચઃ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તાજા ચૂંટણી સર્વેમાં સ્પષ્ટ થઇ ગયું છે કે, ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર દેશમાં છે. ચૂંટણી સર્વેમાં એનડીએની લહેર જોવા મળી રહી છે, આઇબીએન 7 માટે સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એનડીએ બહુમતના આકંડાની નજીક પહોંચી ગયું છે.

narendra-modi-rally
જો કે, એ વાત પણ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, ભાજપ એકલા હાથે સરકાર બનાવી નહીં શકે. સરકાર બનાવવા માટે એનડીએને ક્ષેત્રીય દળોની જરૂરિયાત રહેશે. બીજી તરફ યુપીએ 100 બેઠકોની આસપાસ પહોંચી શકે છે. અત્યાર સુધી સત્તા પર રહેલી કોંગ્રેસને 100 બેઠકોનું નુક્શાન થઇ શકે છે.

આઇબીએન 7 માટે સીએસડીએસે 17થી 23 ફેબ્રુઆરી વચ્ચે દેશના કુલ છ રાજ્યોમાં સર્વે કર્યો. કુલ 138 લોકસભા ક્ષેત્ર, 148 વિધાનસભા ક્ષેત્ર અને 512 પોલિંગ સ્ટેશનમાં કુલ 9104 લોકો સાથે વાતચીત કરવામાં આવી. સર્વેના પરિણામ અનુસાર જો અત્યારે ચૂંટણી યોજવામાં આવે તો ભાજપ અને તેના સાથી પક્ષોને 212થી 232 બેઠકો મળી શકે છે.

જ્યારે યુપીએ ગઠબંધનને 119થી 139 બેઠકો મળવાના અણસાર છે. આમ આદમી પાર્ટીને પણ 1થી 5 બેઠકોનું નુક્શાન થઇ શકે છે. તો 20થી 28 બેઠકો જીતીને ટીએસમી સૌથી મોટો ક્ષેત્રીય દળ બની શકે છે. અત્યારના સર્વે અનુસાર કોઇપણ પાર્ટી અથવા ગઠબંધનને સ્પષ્ટ બહુમત મળવાના અણસાર નથી. જો કે, એનડીએ સરકાર બનાવવા માટે સૌથી નજીક છે.

English summary
According to CNN-IBN-Lokniti-CSDS national election tracker and seat projections the NDA is projected to win 212-232 seats in the Lok Sabha elections.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.