NDAનું અસ્તિત્વ જોખમમાં : નીતિશ કુમારે પટણામાં JDUના MLAની બેઠક બોલાવી

સૂત્રોના જણાવ્યા અનુસાર માનવામાં આવે છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પાર્ટીના તમામ ધારાસભ્યોની બેઠક આજે પટણા ખાતે બોલાવી છે. આગામી 15 જૂન, 2013 સુધીમાં જેડીયુએ એનડીએ સાથે યુતિ યથાવત રાખવી કે નહીં તે અંગેનો નિર્ણય લઇ લેવામાં આવશે.
માનવામાં આવે છે કે નીતિશ કુમાર એક એક કરીને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળી રહ્યા છે અને તેના આધારે રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે નીતિશ કુમારે એનડીએ સાથે સંબંધ તોડવાનું મન બનાવી લીધું છે. તેઓ આ અંગેના નિર્ણયની જાહેરાત ગમે તે સમયે કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને ભાજપમાં સૌથી મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નીતિશ કુમાર પહેલેથી જ મોદી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેમને ભાજપમાંથી પીએમ પદના ઉમેદવાર તરીકે મોદીનું નામ મંજૂર નથી.












Click it and Unblock the Notifications
