તીન મૂર્તિનું સ્વરૂપ બદલવાની કોશિશ ના કરે સરકારઃ મનમોહન સિંહ
દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે દેશના વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીને કહ્યુ છે કે તેમની સરકાર પંડિત નહેરુની સ્મૃતિને મિટાવવાની કોશિશ કરી રહ્યા છે જે અયોગ્ય છે.
દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે દેશના વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે જેમાં તેમણે પીએમ મોદીને કહ્યુ છે કે તેમની સરકાર પંડિત નહેરુની સ્મૃતિને મિટાવવાની કોશિશ કરી રહ્યા છે જે અયોગ્ય છે. વાસ્તવમાં મોદી સરકારની યોજના છે કે નેહુર મેમોરિયલ અને લાઈબ્રેરી (એનએમએમએલ) અને તીન મૂર્તિ કોમ્પ્લેક્સમાં બધા પ્રધાનમંત્રીઓના મ્યુઝિયમ સ્થાપિત કરવામાં આવે.

નહેરુ કોંગ્રેસના નહિ પરંતુ સમગ્ર દેશના નેતાઃ મનમોહન સિંહ
દેશના પૂર્વ પ્રધાનમંત્રીએ પીએમ પ્રધાનમંત્રીને નહેરુ વિશે પત્ર લખ્યો છે જેમાં તેમણે સરકારની આ યોજના પર સવાલ ઉઠાવ્યો છે. મનમોહન સિંહે લખ્યુ છે કે એક એજન્ડા હેઠળ એનએમએમએલ અને તીન મૂર્તિ કોમ્પ્લેક્સની પ્રકૃતિ અને ચરિત્રને બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે અયોગ્ય છે. જ્યારે પંડિત નહેરુ માત્ર કોંગ્રેસના નહિ પરંતુ સમગ્ર દેશના નેતા છે.

‘તીન મૂર્તિનું સ્વરુપ બદલવાની કોશિશ ના કરે મોદી સરકાર'
સરકારે નહેરુની સ્મૃતિઓ અને દેશવાસીઓની ભાવનાઓ સાથે છેડછાડ ના કરવી જોઈએ એટલા માટે પંડિત નહેરુની સ્મૃતિઓ સાથે જોડાયેલ તીન મૂર્તિ કોમ્પ્લેક્સમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન થવુ જોઈએ. કહેવામાં આવી રહ્યુ છે કે મનમોહન સિંહે ગયા અઠવાડિયે જ પીએમ મોદીને આ વિશે પત્ર લખ્યો હતો.

સરકાર તીન મૂર્તિ કોમ્પ્લેક્સનું સ્વરૂપ બદલવા ઈચ્છે છે....
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર તીન મૂર્તિ કોમ્પ્લેક્સનું સ્વરૂપ બદલવા ઈચ્છે છે જેના પર કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકાર નહેરુના વારસાને ખતમ કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે તીન મૂર્તિ પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનું નિવાસસ્થાન હતુ. 1964 માં તેમના મૃત્યુ બાદ ભવનમાં તેમના નામનું મ્યુઝિયમ અને લાયબ્રેરી બનાવી દેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
