For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નહેરુજી સીગરેટ પીતા હતા અને ગાંધીજીના દીકરા નશો કરતા હતાઃ કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે આપ્યુ વિવાદિત નિવેદન

કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધીજી વિશે વિવાદિત આપીને નવો વિવાદ છેડી દીધો છે.

|
Google Oneindia Gujarati News

Minister Kaushal Kishore On Jawahar Lal Nehru: ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ચલાવી રહેલા કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુ અને મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે. રાજસ્થાનના ભરતપુરમાં મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે જવાહરલાલ નેહરુ સિગારેટ પીતા હતા. વળી, તેમણે મહાત્મા ગાંધીના પુત્ર પણ નશો કરતા હોવાની વાત કરી છે.

kaushal kishor

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોર ભરતપુર આવ્યા હતા. અહીં તેમણે નશા મુક્તિ જાગરણ અભિયાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે કહ્યુ હતુ કે જવાહરલાલ નહેરુ નશો કરતા હતા, સિગારેટ પીતા હતા અને મહાત્મા ગાંધીનો એક પુત્ર નશો કરતો હતો. તમે વાંચશો અને જોશો તો ખબર પડશે.

નશા સામે ઝુંબેશ ચલાવતી વખતે કેન્દ્રીય મંત્રી દેશના વિવિધ ખૂણામાં જઈને લોકોને જાગૃત કરવાનુ કામ કરી રહ્યા છે. આ અંતર્ગત તેઓ ભરતપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે નેહરુજી અને ગાંધીજી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. તેમણે પોતાના નિવેદનમાં આગળ કહ્યુ કે, 'આ રીતે ડ્રગ્સની દુનિયાએ આપણા દેશ પર સંપૂર્ણપણે કબજે કરી લીધો છે. અમે બધાને અપીલ કરીએ છીએ કે લોકોને નશાથી થતા તમામ પ્રકારના નુકસાન અને મૃત્યુ વિશે જણાવો. લોકોને જાગૃત થશે તો જેમ ઝેરની દુકાનો નથી તેવી જ રીતે દવાની દુકાનો પણ બંધ કરી દેવામાં આવશે.

English summary
Nehruji used to smoke cigarettes and Gandhiji's son used to drink: Union Minister Kaushal Kishore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X