શું NeoCoV કોરોનાનો નવો વેરિઅંટ છે? દ. આફ્રિકાના ચામાચીડિયામાં હોય છે આ વાયરસ, જાણો બધુ

હવે એક નવો વેરિઅંટ આવ્યાની વાત કરવામાં આવી રહી છે જેને NeoCoV નામ આપવામાં આવી રહ્યુ છે. જાણો તેના વિશે બધુ.

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારી અને તેના વેરિઅંટને લઈને છેલ્લા અમુક વર્ષોમાં ઘણા ભયાનક રિપોર્ટ સામે આવ્યા છે. કોરોના વાયરસ વિશે પહેલી વાર ચીનમાં જાણવા મળ્યુ હતુ જે કોવિડ-19નુ કારણ બન્યુ. હવે એક નવો વેરિઅંટ આવ્યાની વાત કરવામાં આવી રહી છે જેને NeoCoV નામ આપવામાં આવી રહ્યુ છે. ઘણા ચીની મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે NeoCoV કોરોનાનો જ એક વેરિઅંટ છે અને વાયરસના સંક્રમિત પ્રકારની ચેતવણી આપે છે જે મધ્ય પૂર્વમાં 2012 અને 2015ના પ્રકોપ સાથે જોડાયેલી છે. NeoCoV જૂનો વાયરસ એ પરિવારનો છે જેમાં SARS-CoV-2 છે. જો કે જે નવા તથાકથિત વેરિઅંટ વિશે અત્યારે વાત કરવામાં આવી રહી છે જેને NeoCoV કહેવામાં આવ્યો છે તે મૂળ રીતે દક્ષિણ આફ્રિકાના ચામાચીડિયાઓની વસ્તીમાં જોવા મળ્યો હતો. આજ સુધી NeoCoV માત્ર આ જાનવરો વચ્ચે ફેલાવા માટે જાણીતો છે.

NeoCoV વિશે ચીની વૈજ્ઞાનિકોએ આપી છે ચેતવણી

NeoCoV વિશે ચીની વૈજ્ઞાનિકોએ આપી છે ચેતવણી

ચીની શોધકર્તાઓએ દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયાઓમાં એક નવા પ્રકારના કોરોના વાયરસ વિશે શોધ કરી છે અને દાવો કર્યો છે કે આમાં મ્યુટન્ટની ક્ષમતા વધુ છે. ચીનના વુહાન વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકો અનુસાર NeoCoV સાર્સ-સીઓવી-2ની જેમ જ માનવ કોશિકાઓમાં પ્રવેશ કરી શકે છે. તેમણે ચેતવણી આપી છે કે NeoCoV એક સમાન ટેકનિકનો ઉપયોગ કરીને ફેલાઈ શકે છે. ચીની વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે આ એક નવા પ્રકારનો વાયરસ છે જેના સંક્રમણનો મૃત્યુદર સૌથી વધુ છે. જો કે, અમુક રિપોર્ટોમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે NeoCoV એક નવુ સંસ્કરણ નથી અને તે બહુ પહેલા જ શોધવામાં આવ્યુ હતુ.

અત્યાર સુધી જાનવરોમાં ફેલાવાના પુરાવા

અત્યાર સુધી જાનવરોમાં ફેલાવાના પુરાવા

નિયોકોવ(NeoCoV)ને સૌથી પહેલા દક્ષિણ આફ્રિકાના ચામાચીડિયાઓમાં શોધવામાં આવ્યા હતા. જો કે માનવ શરીરમમાં ફેલાવાના હાલમાં કોઈ પુરાવા મળ્યા નથી. આ વાયરસને અત્યાર સુધી માત્ર જાનવરોમાં જ ફેલાતો જોવામાં આવ્યો છે. બાયોરેક્સિવ વેબસાઈટપ છપાયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નિયોકોવ અને તેની નજીકના મ્યુટન્ટ પીડીએફ-2180-સીઓવી માનવોને સંક્રમિત કરી શકે છે. આના સંક્રમણની ગતિ અને તેનો મૃત્યુદર ઘણો વધુ હોય છે. જો કે હજુ સુધી આના પીયર-રિવ્યુ કરવામાં આવ્યા નથી.

શું NeoCoV માટે ચિંતા કરવી જોઈએ?

શું NeoCoV માટે ચિંતા કરવી જોઈએ?

ના, તમારે હાલમાં આ નિયોકોવ(NeoCoV) વાયરસ માટે ચિંતા કરવાની જરુર નથી. આ એમઈઆરએસ(MERS) સાથે જોડાયેલ વાયરસના જૂનોટિક પ્રભાવમાંથી પસાર થવા અને જાનવરોથી મનુષ્યોમાં સંચારિત થવાના રિપોર્ટ વિશે કોઈ પુરાવા નથી. આનો છેલ્લો પ્રકોપ વર્ષ 2015માં નોંધવામાં આવ્યો હતો. ડબ્લ્યુએચઓએ 2019માં કહ્યુ હતુ કે વિશ્વ સ્તરે એમઈઆરએસના કેસોમાં કમી આવી છે. ડબ્લ્યુએચઓએ કહ્યુ છે, '2016 બાદથી એમઈઆરએસ-સીઓવીના 1465 કેસ સામે આવ્યા છે અને તેજીથી વૈશ્વિક પ્રયાસોના કારણે 300થી 500 મોતનો ટાળી શકાય છે.' વાયરસનો અંતિમ પ્રકોપ 2015માં કોરિયા ગણરાજ્યમાં 186 કેસ અને 38 મોત સાથે નોંધવામાં આવ્યો હતો અને આનો અનુમાનિત આર્થિક પ્રભાવ US$12 હતો. વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યુ છે કે આની ક્ષમતાની વધુ સ્પષ્ટતા માટે હાલમાં રિસર્ચની જરુર છે.

NeoCoV શું કોરોના વેરિઅંટ છે?

NeoCoV શું કોરોના વેરિઅંટ છે?

ના, નિયોકોવ(NeoCoV) કોવિડ-19નો વેરિઅંટ નથી. અત્યાર સુધી આપણે માત્ર એટલુ જ જાણીએ છીએ કે નિયોકોવ સંભવતઃ MERS-CoV વાયરસ સાથે જોડાયેલો છે અને અત્યાર સુધી માત્ર ચામાચીડિયાઓમાં જ જોવા મળ્યો છે. એમઈઆરએસ વાયરસ એક શ્વસન વાયરસ છે અને ગંભીર બિમારીનુ કારણ બની શકે છે અને અત્યાર સુધી લગભગ 35 ટકા રોગીઓમાં ઘાતક રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X