ભારત વિરોધી ઝુંબેશથી નેપાળ બોર્ડર પર સર્જાયો તણાવ

નેપાળના વડાપ્રધાન બાબૂ ભટ્ટારાઇએ ભારતીય વાહનો, ફિલ્મો અને હિન્દી ભાષીઓ સાથે ખોટું કરનારાઓની તાત્કાલીક ધરપકડ કરવાના આદેશ આપ્યાં છે. તેમને લોકોને ચેતણવી આપી છે કે આને કારણે બંને દેશો વચ્ચે તણાવ વધશે. તો બીજી તરફ એસડીપીઓ જિતેન્દ્ર પાંડ્યેએ લોકોને અફવાથી દૂર રહેવાની અપીલ કરી છે. સાથે સાથે પોલીસ મથકોને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવાના આદેશ આપ્યાં છે.
માઓવાદી નેતા મોહન વૈદ્ય કિરણના નેતૃત્વવાળા નેકપા માઓવાદી સંગઠને ભારતીય વાહનોને નેપાળમાં પ્રવેશના પર પાબંધી ફરમાઇ હતી. કિરણે હિંદી ફિલ્મો, ભારતમાં ઉત્પાદન થતાં ફળ, શાકભાજી, માછલી અને અન્ય સામગ્રીની આયાત પર રોક લગાવવાની ઘોષણા કરી હતી. માઓવાદીએ નેપાળના હૈટૌડા અને ચિતવનમાં સાપના રૂપમાં ભારતની તસવીર બનાવી દરેક ચોક પર લટકાવી છે. સાપના મોંઢા આગળ નેપાળનો નકશો લાગેલો છે.












Click it and Unblock the Notifications
