For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવાઈ મુસાફરીના “અચ્છે દીન” : મોદીએ નવા એવિએશનને આપી મંજુરી

|
Google Oneindia Gujarati News

કેબિનેટે નવા એવિએશનને મંજુરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના નેતૃત્વ હેઠળ કરાયેલી કેબિનેટ બેઠકમાં નવી એવિએશન પોલિસીને મંજુરી આપવામાં આવી છે. આ પોલિસી મુજબ મુસાફરો એક કલાકની હવાઈ મુસફરી માટે 2500 થી વધુની કિંમત નહિ ચૂકવવી પડે. ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને આ મહિનાથી આ નવા નિયમો લાગુ કરી દેવામાં આવશે.

આ પોલિસી મુજબ એક કલાકની મુસાફરીમાં તમારે 2500 થી વધુ ચુકવવા નહિ પડે. સાથે આ નવી નિતી મુજબ ડોમેસ્ટિક ટિકિટને કેન્સલ કરાવતા 15 દિવસની અંદર યાત્રીને રિફંડ આપવો ફરજિયાત બનશે. અને જો તમે ટિકિટ કેન્સલ કરાવતા હશો તો તમને કેન્સલેશન ચાર્જ તરીકે 200 રૂપિયાથી વધુ નહીં લાગે.

ભારતમાં અત્યારે 25 શહેરો અને 18 એવા રેગ્યુલર રુટ્સ છે જેમાં અવરજવરનો સમય એક કલાક કરતા પણ ઓછો છે. આવા તમામ રુટો પર હવેથી 2500થી વધુનુ ભાડુ ચુકવવુ નહિ પડે. ભારતમાં આવા અનેક રુટ્સ છે જેમાં હવેથી તમારે 2500થી વધુનુ ભાડુ ચુકવવુ નહિ પડે જેનુ લિસ્ટ કંઈક આ મુજબ છે-

દિલ્હીના રૂટ

દિલ્હીના રૂટ

દિલ્હી ભારતા સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક છે. ત્યારે નીચેની રૂટ પર જતી ફ્લાઇટ હવે સસ્તી થઇ શકે છે.

  • દિલ્હીથી જયપુર
  • · દિલ્હીથી લખનઉ
  • · દિલ્હીથી ચંડીગઢ
  • · દિલ્હીથી દહેરાદૂન
  • · દિલ્હી થી શિમલા

મુંબઇ

મુંબઇ

દિલ્હી પછી મુંબઇ જેને ભારતની આર્થિક રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યાં પણ હવે આ રૂટ સસ્તા થશે.

  • · મુંબઈથી પૂણે
  • · મુંબઈથી સુરત
  • · મુંબઈથી ગોવા

કલકત્તા

કલકત્તા

કલકત્તાથી પણ નીચે મુજબ રૂટની ફ્લાઇટ સસ્તી થશે

  • · કલકત્તાથી રાંચી
  • · કલકત્તાથી ભુવનેશ્વર

હૈદરાબાદ

હૈદરાબાદ

હૈદરાબાદથી જતી આ ફ્લાઇટો પર પણ પસેન્જરને ઓછા દર ચૂકવવા પડશે.

  • હૈદરાબાદથી વિજયવાડા
  • હૈદરાબાદથી તિરુપતિ

બેંગ્લોર

બેંગ્લોર

બેંગ્લોરથી નીચે મુજબની ફ્લાઇટના દર હવે સસ્તા થયા છે.

  • · બેંગ્લોરથી કોયંબતુર
  • · બેંગ્લોરથી કોચ્ચિ

અન્ય

અન્ય

આ ઉપરાંત આ રૂટની ફ્લાઇટના દર પણ સસ્તા થયા છે. જેમાં દિવથી પોરબંદરનો પણ સમાવેશ થાય છે

  • · ઈન્દોરથી નાગપુર
  • · દીવથી પોરબંદર
  • · કોચ્ચિથી ત્રિવેન્દ્રમ
  • · ચેન્ન્ઈથી બેંગ્લોર

English summary
The Union Cabinet approved the new civil aviation policy on Wednesday. The new civil aviation policy focuses on taking "flying to the masses" and to make it "affordable, convenient, cheap."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X