નવુ બિલ: પુરૂષો વચ્ચે અપ્રાકૃતિક યૌન સબંધની સજા નહી, જાણો બીજુ શું છે?
કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે રજૂ કરવામાં આવેલા ત્રણ નવા બિલમાં આઈપીસીની જોગવાઈઓમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. આઈપીસીમાં પ્રસ્તાવિત મોટા ફેરફાર મુજબ નવા કાયદામાં આઈપીસી કલમ 377 હટાવી દેવામાં આવી છે.
જો આ પ્રસ્તાવિત બિલ કાયદાનું સ્વરૂપ લેશે તો પુરૂષો સાથે અપ્રાકૃતિક સેક્સને હવે ગુનો ગણવામાં આવશે નહીં. સૂચિત કાયદો લૈંગિક અપરાધને એક પુરુષ દ્વારા સ્ત્રી અથવા બાળક વિરુદ્ધ બળાત્કાર જેવા અપરાધ તરીકે વ્યાખ્યાયિત કરે છે.

આઈપીસીની વર્તમાન જોગવાઈ હેઠળ, પુરૂષો સામેના જાતીય ગુનાઓ કલમ 377ના દાયરામાં આવે છે. આઈપીસીની કલમ 377 મુજબ, 'કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી અથવા પ્રાણી સાથે સ્વેચ્છાએ કુદરતના હુકમ વિરુદ્ધ શારીરિક સંભોગ કરે છે, તેને આજીવન કેદની સજા કરવામાં આવશે, અથવા કોઈપણ વર્ણનની કેદની સજા થશે જે સમય દસ વર્ષ સુધી લંબાવી શકાય; અને દંડ પણ થઈ શકે છે.
આ પહેલા 2018માં સુપ્રીમ કોર્ટે નિર્ણય આપીને IPCની કલમ 377 હટાવી દીધી હતી. તેણે ચુકાદો આપ્યો હતો કે 'સંમતિથી પુખ્ત વયના લોકો' વચ્ચે સેક્સ એ ગુનો નહીં ગણાય. એટલે કે ગે સેક્સને ગુનાની શ્રેણીમાંથી કાઢી નાખવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
6 સપ્ટેમ્બર, 2018 ના રોજ, પાંચ જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો, "સંમતિ સાથે અકુદરતી સેક્સને અપરાધિત કરતી કલમ 377 અતાર્કિક, અસમર્થ અને સ્પષ્ટપણે મનસ્વી છે". સમાનતાના અધિકારના ઉલ્લંઘનને કારણે તે આંશિક રીતે રદ કરવામાં આવ્યું છે.
જો કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પ્રાણીઓ અને બાળકો સાથે અકુદરતી સેક્સ સંબંધિત કલમ 377ના પાસાઓ અમલમાં રહેશે.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો











Click it and Unblock the Notifications
