કોરોના દર્દીઓ માટે નવી ગાઈડલાઈન, ઝિંક-મલ્ટીવિટામિન સહિત ઘણી દવાઓ બંધ
કેન્દ્રીય મંત્રાલયે કોરોના દર્દીઓના ઈલાજ માટે પોતાની ગાઈડલાઈન્સ બદલી છે. વાંચો વિગત.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રભાવ ઓછો થતો દેખાઈ રહ્યો છે. જ્યાં હવે દૈનિક કેસોની સંખ્યા 4 લાખથી ઘટીને 1 લાખ આસપાસ પહોંચી ગઈ છે. આ ઉપરાંત મૃતકોની સંખ્યામાં પણ કમી આવી છે. જેના કારણે કેન્દ્રીય મંત્રાલયે કોરોના દર્દીઓના ઈલાજ માટે પોતાની ગાઈડલાઈન્સ બદલી છે. જે હેઠળ એંટીપાઈરેટિક અને એંટીટ્યુસિવને છોડીને અન્ય બધી દવાઓ હટાવી દેવામાં આવી છે. સાથે જ લોકોને પૌષ્ટિક આહાર લેવાની પણ અપીલ કરવામાં આવી છે.

ડાયરેક્ટ જનરલ ઑફ હેલ્થ સર્વિસીઝના જણાવ્યા મુજબ લક્ષણ વિનાના કે હળવા લક્ષણવાળા દર્દીઓના ઈલાજ માટે નવી સંશોધિત ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. જે હેઠળ હવે દર્દીઓ માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન, આઈવરમેક્ટિન, ડૉક્સીસાઈક્લિન, ઝિંક, મલ્ટીવિટામિન સહિત અન્ય દવાઓ બંધ કરી દેવામાં આવી છે. એવામાં દર્દીઓને તાવ આવવા પર માત્ર એંટીપાઈરેટિક અને શરદી થવા પર એંટીટ્યુસિવ આપવામાં આવશે. આ ઉપરાંત ગાઈડલાઈનમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે કોઈ ઠોસ કારણ વિના કોઈને પણ સીટી સ્કેન કરવા માટે મોકલવાના નહિ કારણકે આની અમુક નકારાત્મક અસર પણ પડે છે.
લક્ષણ વિનાના કેસ માટે કહેવામાં આવ્યુ કે કૉમરેડિડિટીવાળા લોકોને છોડીને સામાન્ય દર્દીઓને કોઈ વિશેષ દવાની જરૂર નથી. તે પોતાની નિર્ધારિત દવાઓ ન લે. સાથે દર્દી પોતાના પરિવારજનો સાથે સંપર્કમાં રહે અને મોટાભાગે પૉઝિટિવ વાતો જ કરે. વળી, જે હળવા લક્ષણવાળા કેસ છે તેમના સ્વાસ્થ્ય, SpO2, બીપી, શુગર વગેરેની તપાસ સમયે-સમયે કરતી રહેવુ જોઈએ.
અમુક વસ્તુઓ પહેલા જેવી
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ હજુ કોરોનાનુ જોખમ સંપૂર્ણપણે ટળ્યુ નથી જેના કારણે બધાએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ ભીડવાળી જગ્યાએ સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન થાય. આ ઉપરાંત પૌષ્ટિક આહાર પર પણ જોર આપવામાં આવ્યુ જેથી ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરીને ઓછુ દવાઓનુ સેવન કરીને દર્દી રિકવર થઈ શકે.












Click it and Unblock the Notifications
