COVID-19: કોરોનાની ગતિ થઈ ધીમી, દેશમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 2.08 લાખ નવા કેસ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,08,921 નવા કેસ સામે આવ્યા છે અને 4,157 લોકોએ દમ તોડ્યો છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી રહી છે. બુધવારે આરોગ્ય મંત્રાલય તરફથી જારી કરાયેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,08,921 નવા કેસ સામે આવ્યા છે અને 4,157 લોકોએ દમ તોડ્યો છે ત્યારબાદ પૉઝિટીવ કેસોની સંખ્યા 2,71,57,795 થઈ ગઈ છે અને મોતનો આંકડો 3,11,388 થઈ ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 2,95,955 લોકોએ હોસ્પિટલમાંથી રિકવર થઈને ઘરે પણ પાછા આવ્યા છે. હાલમાં દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 24,95,591 છે. વળી, ભારતમાં અત્યાર સુધી 20,06,62,456 લોકોને વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 20,39,087 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચૂકી છે. એટલુ જ નહિ કાલ સુધી ભારતમાં 22,17,320 સેમ્પટલ ટેસ્ટ કરવામાં આવ્યા છે ત્યારબાદ અત્યાર સુધી કુલ 33,48,11,496 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

દિલ્લીમાં પણ સ્થિતિમાં સુધારો
દિલ્લીની સ્થિતિમાં પણ સુધારો આવ્યો છે. આરોગ્ય મંત્રાલયાના આંકડા મુજબ રાજધાની દિલ્લીમાં કાલે કોરોનાના 1568 નવા કેસ સામે આવ્યા છે અને 156 લોકોના કોરોનાથી મોત થયા છે જ્યારે 4251 લોકોની રિકવરી પણ થઈ છે. દિલ્લીમાં હાલમાં સક્રિય કેસ 21,739 છે અને પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 14,19,986 થઈ ગઈ છે અને કુલ રિકવરી સંખ્યા 13,74,682 થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં કોરોનાનુ પીક 28 એપ્રિલે જોવા મળ્યુ હતુ ત્યારે દિલ્લીમાં સક્રિય કેસોની સંખ્યા 99,752 થઈ ગઈ હતી. હાલમાં દિલ્લીમાં લૉકડાઉન લાગેલુ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને કહી આ વાત
મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યુ કે કોરોનાના પ્રકોપના કારણે આરોગ્ય સુવિધાઓની માંગમાં વધારો છે, આપણી આરોગ્ય સુવિધાઓ અને કાર્યબળની હવે કોઈ કમી નથી.

577 બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા
એએનઆઈના જણાવ્યા મુજબ કોરોનાની બીજી લહેરમાં 577 બાળકોએ પોતાના માતાપિતાને ગુમાવી દીધા. આ બધા પોતાના પરિવાર સાથે રહી રહ્યા છે. આ બાળકોની દેખરેખ માટે મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય, રાજ્ય સરકારો સાથે સંપર્કમાં છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
