IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11
RCB vs SRH: આજે IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં જેકબ ડફી અને અભિનંદન સિંહ પોતાની પ્રથમ મેચ રમશે, જ્યારે હૈદરાબાદ તરફથી સલિલ અરોરા મેદાનમાં ઉતરી રહ્યા છે.

બંને ટીમોએ તાજેતરના ફોર્મને ધ્યાનમાં રાખીને પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. ઈશાન કિશન આઈપીએલમાં પ્રથમ વખત કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યા છે, તેમના માટે પણ આ પડકાર આસાન નહીં હોય.
ચિન્નાસ્વામી સ્ટેડિયમનું ગણિત
આ મેચ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેદાન પર અવારનવાર હાઈ-સ્કોરિંગ મેચો જોવા મળે છે, પરંતુ રાત્રે ઝાકળ (Dew Factor) ની અસર પણ જોવા મળે છે. આ જ કારણે ટીમો ઘણીવાર ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે, જેથી બાદમાં બેટિંગ કરતી વખતે સ્થિતિ તેમના પક્ષમાં રહે.
જો તમે મેચ જોવાના હોવ તો 7:30 વાગ્યા પહેલા જ સ્ક્રીન સામે બેસી જવું હિતાવહ છે, કારણ કે ટોસની સાથે જ મેચનો મિજાજ નક્કી થવા લાગે છે. ગત સીઝનની વિજેતા RCB માટે હોમ ગ્રાઉન્ડ પર ફેન્સનો સપોર્ટ અલગ જ સ્તરનો જોવા મળી રહ્યો છે અને વિરાટ કોહલીનો ક્રેઝ ફરી એકવાર સ્ટેડિયમમાં ગુંજી રહ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્લેઈંગ ઈલેવન)
વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જેકબ ડફી અને સુયશ શર્મા.
સનરાઇઝર્સ હૈદરાબાદ (પ્લેઈંગ ઈલેવન)
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન/વિકેટકીપર), હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ અને ઈશાન મલિંગા












Click it and Unblock the Notifications
