ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સંગઠનને વધુ મજબૂત કરવા માટે શુક્રવારે મહત્વના નામોની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિમણૂકોથી આગામી સમયમાં ભાજપના સંચાર અને મીડિયા સંકલનને એક નવી ગતિ મળવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.

નવા રાજ્ય સહ-પ્રવક્તા તરીકે વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ અને કર્ણાવતીના અશ્વિનભાઈ બેન્કરની વરણી કરવામાં આવી છે. આ સાથે મહેસાણાના જયરાજસિંહ પરમાર અને અમદાવાદ જિલ્લાના ઘનશ્યામભાઈ ગઢવીને પણ આ જવાબદારી માટે પસંદ કરાયા છે.
મહિલા નેતૃત્વને પ્રાધાન્ય આપતા હેમાલીબેન બોઘાવાલા અને શ્વેતાબેન બ્રહ્મભટ્ટને પણ સહ-પ્રવક્તા તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ યાદીમાં કચ્છના મનજીભાઈ આહિરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે પક્ષની વાત લોકો સુધી પહોંચાડશે.
મીડિયા સહ-ઈન્ચાર્જ તરીકે કર્ણાવતીના ઝુબિન અશરા અને ગાંધીનગર શહેરના કલ્પ પટેલના નામો પર મહોર મારવામાં આવી છે. આ નવી ટીમની રચના ભાજપની સંગઠનાત્મક પ્રવૃત્તિઓને સોશિયલ મીડિયા અને પ્રેસમાં વધુ સુદૃઢ બનાવવામાં મદદરૂપ થશે.












Click it and Unblock the Notifications
