અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ
અમદાવાદની પ્રતિષ્ઠિત સી.એન. વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે છેડતીની ચોંકાવનારી ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
પીટીસી સેમેસ્ટર-1માં અભ્યાસ કરતી આ યુવતીએ પોતાના જ અધ્યાપક રોહિત ઉપાધ્યાય સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને આ અંગે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે.

પીડિત વિદ્યાર્થિનીના જણાવ્યા અનુસાર, અધ્યાપકે તેની છેડતી કરી હતી, જેને પગલે હવે સંસ્થાની સુરક્ષા અને શૈક્ષણિક વાતાવરણ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ ઘટના બન્યાના ચાર દિવસ બાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને જાણ કરવામાં આવી હતી, જેને પગલે તંત્રએ આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ DEO દ્વારા સી.એન. વિદ્યાલયના સંચાલકો પાસે આ મામલે સત્તાવાર ખુલાસો માંગવામાં આવ્યો છે અને કડક તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે.
શાળામાં બનેલી આ ઘટનાને કારણે વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે સંચાલકો અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
