હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં બોલાવી કરતા હતા રેપ, 5 છોકરીઓએ ખુલાસો કર્યો
હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં બોલાવી કરતા હતા રેપ, 5 છોકરીઓએ ખુલાસો કર્યો
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પાંચ છોકરીઓ સાથે રેપ કર્યો હોવાનો હાઇ પ્રોફાઇલ મામલો સામે આવ્યો છે. જેમાં 4 સગીર અને 1 તરુણ કન્યા સામેલ છે. આ મામલે રાજધાની ભોપાલના એક સમાચાર પત્રના માલિક પ્યારે મિયાં અને મહિલા દલાલ વિરુદ્ધ રાતીબડ પોલીસે કેસ નોંધી લીધો છે.

છોકરીઓને પાર્ટીમાં બોલાવીને ગંદૂ કામ કરતા
પોલીસનું કહેવું છે કે આ પાંચ છોકરીઓ રાતીબડ પોલીસ સ્ટેશનમાં દારૂના નશામાં ધૂત મળી આવી હતી. જે બાદ પોલીસે પાંચેય છોકરીની પૂછપરછ કરી તો સમગ્ર મામલાનો ખુલાસો થયો. ચાઇલ્ડ લાઇને છોકરીઓનું કાઉન્સલિંગ પણ કર્યું જેમાં તેમણે ચાઇલ્ડ લાઇનને જણાવ્યું કે તેઓ શાહપુરના એક ફ્લેટથી પાર્ટી કરીને આવી રહી હતી અને આ છોકરીઓમાંથી જ એક છોકરીનો એ ફ્લેટ પર રેપ પણ કરાયો હતો.

છોકરીઓએ ખુલાસો કર્યો
આ છોકરીઓએ જણાવ્યું કે પાર્ટીઓમાં છોકરીઓને બોલાવવામાં આવતી હતી અને ત્યાં તેમના પર રેપ કરાતો હતો. આ મામલે છોકરીઓનું કહેવું છે કે તેમને પ્યારે મિયાં પાર્ટીમાં બોલાવતો હતો. જે બાદ પોલીસે મામલો નોંધી મહિલા દલાલ સ્વીટી વિશ્વકર્માની ધરપકડ કરી લીધી છે, જો કે પ્યારે મિયાં હજી પણ ફરાર છે.

આ મામલે સવાલો ઉઠ્યા
આ મામલે કેટલાય પ્રકારના સવાલ પણ સામે આવી રહ્યા છે કે આખરે આ છોકરીઓ રાતીબડ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં કેમ આવી હતી. સૂત્રોના હવાલેથી જાણકારી મળી કે રાતીબડમાં જ ક્યાંક કોઇ ફાર્મ હાઉસમાં એક મોટી હાઇ પ્રોફાઇલ પાર્ટી ચાલી રહી હતી અને ત્યાંથી જ તેમની ધરપકડ કરવામાં આવી છે. કેમ કે રાતીબડ શાહપુરથી ઘણું દૂર છે. છોકરીઓને રાતીબડથી જ પકડી હતી.
|
બે સામે ફરિયાદ
બીજો એ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે આ છોકરીઓ શાહપુરથી રાતીબડ કેમ આવી હતી. આ મામલે ભોપાલના કેટલાય પ્રભાવશાળી લોકોના નામ પણ સામે આવી રહ્યાં છે. જો કે પોલીસે આ બધા સવાલોને લઇ કહ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે અને તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ રાતીબડ પોલીસે બળાત્કાર અને પૉસ્કો એક્ટ અંતર્ગત મામલો નોંધી લીધો છે.












Click it and Unblock the Notifications
