For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News Of The Day: મોદીનું મોટું મન, પાક.માં શરીફ પડ્યા એકલા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જૂન: ચૂંટણીમાં જોરદાર હાર મેળવ્યા બાદ ગાંધી પરિવાર પર ચોતરફથી પ્રહારોનો સામનો કરવો પડી રહ્યો છે. રાહુલ ગાંધી પર પાર્ટીના ઘણા નેતાઓ દ્વારા પ્રહારો કરાયા બાદ હવે કોંગ્રેસના એક સાંસદે સોનિયા ગાંધી પર જ સવાલ ઉઠાવ્યા છે.

ઇકોનોમિક્સ ટાઇમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર બિહારના કિશનગંજથી જીતેલા કોંગ્રેસ સાંસદ મૌલાના અસરારુલ હકે જણાવ્યું કે સોનિયા ગાંધીને ચૂંટણી પહેલા દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામને મળવાની જરૂર ન્હોતી. તેનાથી મતદાતાઓમાં ખોટો સંદેશ ગયો છે. તેમણે જણાવ્યું કે જો તમે કોઇ અપિલ જાહેર કરવા માંગતા હતા તો સૌના માટે કરવી હતી એક ખાસ વર્ગના લોકો માટે અપીલ જાહેર કરવાની કોઇ જરૂર ન્હોતી.

બીજી બાજું દેશના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ઉદારતા બતાવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન કરતા કાર્યકર્તા સૌથી શક્તિશાળી શબ્દ છે, નરેન્દ્ર મોદી પોતાના કાર્યકરોને પોતાના હાથે બોનસ આપવાના છે.

બીજી બાજું નવાજ શરીફ પાકિસ્તાનમાં એકલા પડી ગયા છે, શરીફ એટલા માટે એકલા પડી ગયા છે કારણ કે તેમણે ભારતમાં આવીને નરેન્દ્ર મોદીની શપથ વિધિ સમારંભમાં હાજરી આપી હતી. આ ઉપરાંત આજે બનેલા દેશ-દુનિયાના સમાચારો પર કરો એક નજર...

સ્લાઇડરમાં જુઓ આજના મુખ્ય સમાચારો...

કોંગ્રેસી સાંસદનો હવે સોનિયા પર પ્રહાર

કોંગ્રેસી સાંસદનો હવે સોનિયા પર પ્રહાર

ઇકોનોમિક્સ ટાઇમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર બિહારના કિશનગંજથી જીતેલા કોંગ્રેસ સાંસદ મૌલાના અસરારુલ હકે જણાવ્યું કે સોનિયા ગાંધીને ચૂંટણી પહેલા દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામને મળવાની જરૂર ન્હોતી. તેનાથી મતદાતાઓમાં ખોટો સંદેશ ગયો છે. તેમણે જણાવ્યું કે જો તમે કોઇ અપિલ જાહેર કરવા માંગતા હતા તો સૌના માટે કરવી હતી એક ખાસ વર્ગના લોકો માટે અપીલ જાહેર કરવાની કોઇ જરૂર ન્હોતી.

વડાપ્રધાન શબ્દ કરતા કાર્યકર્તા શબ્દ વધું શક્તિ

વડાપ્રધાન શબ્દ કરતા કાર્યકર્તા શબ્દ વધું શક્તિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ઉદારતા બતાવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન કરતા કાર્યકર્તા સૌથી શક્તિશાળી શબ્દ છે. વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર ભાજપના મુખ્યાલય પહોંચેલા નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, વડાપ્રધાન પહેલા હું પાર્ટીનો કાર્યકર્તા છું. વડાપ્રધાન પાંચ અક્ષરવાળો શબ્દ છે, જ્યારે કાર્યકર્તા ચાર અક્ષરવાળો શબ્દ, પરંતુ વડાપ્રધાન શબ્દ કરતા વધારે શક્તિશાળી કાર્યકર્તા શબ્દ છે. કાર્યકર્તાઓની મહેનતના કારણે હું આજે વડાપ્રધાન બન્યો. હું તમામ કાર્યકર્તાઓને અભિનંદન કરું છું.

પાકિસ્તાનમાં નવાજ શરીફ પાકિસ્તાનમાં એકલા પડ્યા

પાકિસ્તાનમાં નવાજ શરીફ પાકિસ્તાનમાં એકલા પડ્યા

બીજી બાજું નવાજ શરીફ પાકિસ્તાનમાં એકલા પડી ગયા છે, શરીફ એટલા માટે એકલા પડી ગયા છે કારણ કે તેમણે ભારતમાં આવીને નરેન્દ્ર મોદીની શપથ વિધિ સમારંભમાં હાજરી આપી હતી.

તેલંગાણા દેશનું 29મુ રાજ્ય બન્યું

તેલંગાણા દેશનું 29મુ રાજ્ય બન્યું

તેલંગાણા આજથી દેશનું 29મું રાજ્ય બની ગયું છે. 2 જૂનના રોજ 00.01 વાગ્યાથી તેલંગાણાને કાયદેસર રીતે અલગ રાજ્યની માન્યતા મળી ગઇ છે. આ માન્યતા મળવાની ખુશીની ઉજવણી રાત ભર તેલંગાણામાં મનાવાઈ હતી. હૈદરાબાદ સહિત તેલંગાણાના અલગ અલગ શહેરોમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ આજે સવારે તેલંગાણા રાષ્ટ્ર સમિતી(ટીઆરએસ)ના ચંદ્રશેખર રાવે નવા રાજ્ય તેલંગાણાના પ્રથમ મુખ્યમંત્રી (સીએમ) તરીકે શપથ લીધા છે.

સોનાક્ષીનો ભાજપ પ્રેમ

સોનાક્ષીનો ભાજપ પ્રેમ

સોનાક્ષી સિન્હાએ જણાવ્યું કે ભાજના સત્તામાં આવવાથી જરૂર સારા દિવસો આવશે. સોનાક્ષીએ જણાવ્યું કે ભાજપના સત્તામાં આવવાથી હું ખુશ છું, અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનોને પ્રોત્સાહિત કરે છે અને કાર્ય કરી રહ્યા છે તેનાથી મને એવું લાગે છે કે ચોક્કસ સારા દિવસો આવશે.

શિવસેનાની ઉજવણી

શિવસેનાની ઉજવણી

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે શિવસેનાના સાંસદો સાથે જીતની ઉજવણી કરી રહ્યા હતા.

રાષ્ટ્ર ધ્વજ લહેરાવતા તેલંગાણાના મુખ્યમંત્રી

રાષ્ટ્ર ધ્વજ લહેરાવતા તેલંગાણાના મુખ્યમંત્રી

તેલંગાણા 29મું રાજ્ય બન્યું. પહેલા મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. તેમજ પરેડમાં પણ ભાગ લીધો હતો.

પટનાયક મળ્યા વડાપ્રધાનને

પટનાયક મળ્યા વડાપ્રધાનને

ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

બળાત્કારનો વિરોધ કરી રહેલ ભાજપ મહિલા મોર્ચા

બળાત્કારનો વિરોધ કરી રહેલ ભાજપ મહિલા મોર્ચા

બદાયૂં બળાત્કાર-હત્યા કેસમાં પીડિત પરિવારને ન્યાય આપવા અને ઘટનાનો વિરોધ કરી રહેલ ભાજપ મહિલા મોર્ચા. જેમની પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને તેમની પર પાણીનો મારો પણ કર્યો હતો.

લખનઉમાં મહિલા મોર્ચા

લખનઉમાં મહિલા મોર્ચા

બદાયૂં બળાત્કાર-હત્યા કેસમાં પીડિત પરિવારને ન્યાય આપવા અને ઘટનાનો વિરોધ કરી રહેલ ભાજપ મહિલા મોર્ચા.

ભાજપ મહિલા મોર્ચાનુ પ્રદર્શન

ભાજપ મહિલા મોર્ચાનુ પ્રદર્શન

બદાયૂં બળાત્કાર-હત્યા કેસમાં પીડિત પરિવારને ન્યાય આપવા અને ઘટનાનો વિરોધ કરી રહેલ ભાજપ મહિલા મોર્ચા. જેમની પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને તેમની પર પાણીનો મારો પણ કર્યો હતો.

English summary
News Of The Day: Congress MP attack on Sonia Gandhi, and other news see in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X