News-X Exit Poll: ઉત્તરાખંડ અને પંજાબમાં સત્તા પરિવર્તન થશે? જાણો ક્યાં કોની સરકાર બનશે
News-X Exit Poll: ઉત્તરાખંડ અને પંજાબમાં સત્તા પરિવર્તન થશે? જાણો ક્યાં કોની સરકાર બનશે
ઉત્તર પ્રદેશમાં સાતમા તબક્કામાં મતદાન સંપન્ન થઈ ગયા બાદ હવે બધાની નજર 10 માર્ચે જાહેર થનાર ચૂંટણી પરિણામો પર છે, જ્યારે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ ઘોષિત કરવામાં આવશે, પરંતુ ચૂંટણી પરિણામ ઘોષિત થતા પહેલાં આજે એક્ઝિટ પોલનો દિવસ છે. તમામ ન્યૂજ ચેનલો પર એક્ઝિટ પોલ આવવા શરૂ થી ગયા છે. આ દરમિયાન અમે તમને ન્યૂજ એક્સ (News X)ના એક્ઝિટ પોલ વિશે જણાવી રહ્યા છીએ.

ઉત્તરાખંડમાં સત્તામાં વાપસી માટે ભાજપને પડકાર
ન્યૂજ એક્સના એક્ઝિટ પોલ મુજબ સૌથી પહેલા વાત ઉત્તરાખંડની કરીએ, જ્યાં હાલ ભાજપની સરકાર છે, પરંતુ ઉત્તરાખંડમાં ભાજપની સત્તામાં વાપસી બિલકુલ પણ સહેલી નથી જણાઈ રહી. સર્વે મુજબ ઉત્તરાખંડમાં ભાજપને કોંગ્રેસથી ટક્કર મળી રહી છે. ન્યૂજ એક્સનું અનુમાન છે કે ઉત્તરાખંડની 70 વિધાનસભા સીટોમાંથી ભાજપને 31-33 સીટ મળી શકે છે, જ્યારે કોંગ્રેસના ખાતામાં 33-35 સીટ જતી જણાઈ રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 0-3 સીટ મળવાનું અનુમાન છે અને અન્યોના ખાતામાં 0-2 સીટ જઈ શકે છે.
ઉત્તરાખંડમાં ભાજપને માત્ર સીટોનું જ નુકસાન નથી થઈ રહ્યું બલકે 2017ના મુકાબલે આ વખતે ભાજપનો વોટશેર પણ ઘટી શકે છે. સર્વે મુજબ ભાજપને આ વખતે 39.9 ટકા વોટશેર મળી શકે છે, જ્યારે કોંગ્રેસનો વોટશેર 41.8 ટકા રહી શકે છે. જ્યારે 2017માં ભાજપનો વોટશેર 46.5 ટકા હતો અને કોંગ્રેસનો વોટશેર 33.5 ટકા હતો.

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે?
ઉત્તરાખંડ બાદ હવે વાત કરીએ પંજાબની, જ્યાં અત્યારે કોંગ્રેસની સરકાર છે. સર્વે મુજબ આ વખતે પંજાબમાં કોંગ્રેસની સત્તામાં વાપસી બહુ મુશ્કેલ ચે. પંજાબમાં 117 વિધાનસભા સીટોમાંથી કોંગ્રેસને 24-29 સીટ મળવાનું અનુમાન છે જ્યારે શિરોમણી અકાલી દળને 22-26 સીટ મળવાનું અનુમાન છે. જ્યારે ભાજપી ગઠબંધનને માત્ર 1-6 સીટ મળી શકે છે. છેલ્લે આમ આદમી પાર્ટીને સૈૌથી વધુ 56-61 સીટ મળતી જણાઈ રહી ચે. જો આ પરિણામ રહે છે તો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે અને ભગવંત માન મુખ્યમંત્રી બનશે.

ગોવામાં ભાજપની સત્તા વાપસી થઈ શકે છે
પંજાબ બાદ હવે વાત કરીએ ગોવાની, જ્યાં હાલ ભાજપની સરકાર છે. સર્વે જણાવી રહ્યો છે કે ગોવામાં 40 વિધાનસભા સીટમાંથી ભાજપના ખાતામાં 17-19 સીટ જઈ શકે છે જ્યારે કોંગ્રેસને 11-13 સીટ મળવાનું અનુમાન છે. ગોવામાં આમ આદમી પાર્ટીનું કંઈ ખાસ પ્રદર્શન નહીં રહે, કેમ કે આમ આદમી પાર્ટીને અહીં 1-4 સીટ મળવાનું અનુમાન છે. અન્યોના ખાતામાં 2-7 સીટ જઈ શકે છે. એવામાં ગોવામાં ભાજપની સત્તા વાપસી થઈ શકે છે. જો કે કોંગ્રેસને ટક્કર જરૂર મળી રહી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
