News24-Today's chanakya Exit poll: છત્તીસગઢમાં ફરી ભૂપેશ બઘેલ, જાણો કોંગ્રેસને મળશે કેટલી બેઠક?
News24-Today's Chanakya Exit poll: પાંચ રાજ્યોમાં વિધાનસભાનું મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ સામે આવવા લાગ્યા છે. છત્તીસગઢની 90 વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણી માટે એક્ઝિટ પોલના પરિણામો આવી ગયા છે. છત્તીસગઢ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામી રહ્યો છે.
ન્યૂઝ24-ટુડેઝ ચાણક્ય અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળતી દેખાઈ રહી છે. ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને 90માંથી 57 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપ 33 સીટો સુધી ઘટી શકે છે.

ન્યૂઝ24-ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ અનુસાર, આ વખતે ભાજપને લગભગ 40 ટકા વોટ મળી રહ્યા છે, જ્યારે કોંગ્રેસને 45 ટકા વોટ મળી રહ્યા છે. આ સિવાય અન્યના ખાતામાં 15 ટકા વોટ આવ્યા છે. આ આંકડામાં ત્રણ ટકાનો વધારો અથવા ઘટાડો થઈ શકે છે.
ન્યૂઝ 24 ટૂડેઝ ચાણક્યના અનુમાન મુજબ, આ બંને પક્ષોની બેઠકોમાં આઠ બેઠકોનો ઘટાડો અથવા વધારો થઈ શકે છે. 90 વિધાનસભા બેઠકો ધરાવતા છત્તીસગઢમાં બહુમતી સાથે સરકાર બનાવવા માટે 46 બેઠકોની જરૂર છે. આ અંદાજ સ્પષ્ટપણે દર્શાવે છે કે, ભૂપેશ બઘેલ ફરીથી સરકાર બનાવી શકે છે.












Click it and Unblock the Notifications
